ઘટસ્ફોટ@પાટણ: શિક્ષક બદલી કૌભાંડમાં કર્મચારીઓના મોબાઇલ જપ્ત કર્યા, છટક્યા કે નિષ્ફળતા ?

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ આલમમાં બદલી કૌભાંડ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. 80થી વધુ શિક્ષકોની બદલી ગેરકાયદેસર સાબિત થતાં હુકમો રદ્દ કરવામાં આવ્યા છે. શિક્ષકોની બદલીમાં કથિત લેતીદેતીની વાતો વચ્ચે નિયામક દ્વારા ગાંધીનગર ખાતે પૂછપરછ હાથ ધરાઇ હતી. જેમાં બેથી ત્રણ કર્મચારીઓના મોબાઇલ જપ્ત કરી નાણાંકીય લેતીદેતી કરી
 
ઘટસ્ફોટ@પાટણ: શિક્ષક બદલી કૌભાંડમાં કર્મચારીઓના મોબાઇલ જપ્ત કર્યા, છટક્યા કે નિષ્ફળતા ?

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ આલમમાં બદલી કૌભાંડ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. 80થી વધુ શિક્ષકોની બદલી ગેરકાયદેસર સાબિત થતાં હુકમો રદ્દ કરવામાં આવ્યા છે. શિક્ષકોની બદલીમાં કથિત લેતીદેતીની વાતો વચ્ચે નિયામક દ્વારા ગાંધીનગર ખાતે પૂછપરછ હાથ ધરાઇ હતી. જેમાં બેથી ત્રણ કર્મચારીઓના મોબાઇલ જપ્ત કરી નાણાંકીય લેતીદેતી કરી હતી કે કેમ? તે સહિતની વિગતો જાણવામાં આવી હતી. જોકે જપ્ત કરેલા મોબાઇલ ફોરેન્સિક તપાસમાં મૂકવાની તૈયારી વચ્ચે ગણતરીના કલાકોમાં પાછાં આપી દીધા હતા. આ તમામ ઘટનાક્રમને અંતે ખોટા હુકમો કરનારને હજુસુધી મોકળું મેદાન છે. આવી સ્થિતિમાં કૌભાંડ કરનાર કે કરાવનાર સામે છાવરવામાં આવશે કે કેમ? તે સૌથી મોટો સવાલ બન્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા અગાઉ અનેક શિક્ષકોની બદલી કરવામાં આવી હતી. આ બદલીમાં મોટાપાયે કૌભાંડ થયું હોવાની ખુદ શિક્ષક કર્મચારીઓ દ્વારા રજૂઆત થતાં તપાસ થઈ હતી. જેમાં સરેરાશ 80 શિક્ષકોની બદલીમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવતાં બદલી રદ્દ કરવામાં આવી હતી. બદલી રદ્દ થતાં જે તે સમયે બદલીના હુકમો કરનાર કર્મચારીઓ અને અધિકારીની કૌભાંડમાં ભૂમિકાને લઈ તપાસ અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે. આ બાબતે એક ચોંકાવનારી વિગત સામે આવતાં હડકંપ મચી ગયો છે. ગાંધીનગર ખાતે થયેલી શિક્ષકોની પૂછપરછમાં પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી સંબંધિત ત્રણ કર્મચારીઓને પણ જવાબ રજૂ કરવા આદેશ થયો હતો. આ ત્રણેય કર્મચારીઓની પૂછપરછ દરમ્યાન કથિત લેતીદેતી તપાસવા મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા હતા. બે કે ત્રણ કર્મચારીઓનાં મોબાઇલ કબજે કરી વિગતો મેળવવા પ્રયાસ થયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ શિક્ષણ કચેરીમાં કારકૂન તરીકે ફરજ બજાવતા હિતેશની પણ પૂછપરછ થઈ હતી. જ્યારે દિલીપ નાઇ અને ઉસ્માન સહિતના કર્મચારીઓના મોબાઇલ જપ્ત થયા હતા. મોબાઇલ કબજે કરી ફોરેન્સિક લેબમાં તપાસ માટે મૂકવા કે કેમ? તે બાબતે વિચારણા થઈ હતી. જોકે કોઈ કારણસર જપ્ત કરેલા મોબાઇલ ગણતરીના કલાકોમાં પરત આપી દીધા હતા. આવી સ્થિતિમાં કેમ જપ્ત કર્યા?, જપ્ત કર્યા પછી કેમ ફોરેન્સિક તપાસમાં ના મૂક્યા?, મોબાઇલમાંથી શું મળ્યું? ખોટા હુકમો કરનાર કૌભાંડીઓને કેમ હજુ સુધી સજા નથી? તે સૌથી મોટો સવાલ છે.