ઘટસ્ફોટ@પાટણ: બદલી છતાં 6 મહિનાથી જૂની શાળામાં રહ્યા શિક્ષકો, તાત્કાલિક છૂટાં કરવા હુકમ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ આલમમાં શિક્ષકોની બદલીને લઈ શોરબકોર મચી ગયો છે. પૂર્વ શિક્ષણાધિકારી બાબુભાઈ ચૌધરીના કાર્યકાળમાં થયેલ કેમ્પ સંદર્ભની વિગતો ઘટસ્ફોટ સ્વરૂપે બહાર આવી રહી છે. ગત ડીસેમ્બર 2020 માં વધમાં પડેલાં શિક્ષકો હજુસુધી જૂની શાળામાં હોવાની વિગતો મળતાં દોડધામ મચી ગઇ છે. આથી ઈન્ચાર્જ ડીપીઈઓ દ્વારા મિટિંગમાં મૌખિક
 
ઘટસ્ફોટ@પાટણ: બદલી છતાં 6 મહિનાથી જૂની શાળામાં રહ્યા શિક્ષકો, તાત્કાલિક છૂટાં કરવા હુકમ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ આલમમાં શિક્ષકોની બદલીને લઈ શોરબકોર મચી ગયો છે. પૂર્વ શિક્ષણાધિકારી બાબુભાઈ ચૌધરીના કાર્યકાળમાં થયેલ કેમ્પ સંદર્ભની વિગતો ઘટસ્ફોટ સ્વરૂપે બહાર આવી રહી છે. ગત ડીસેમ્બર 2020 માં વધમાં પડેલાં શિક્ષકો હજુસુધી જૂની શાળામાં હોવાની વિગતો મળતાં દોડધામ મચી ગઇ છે. આથી ઈન્ચાર્જ ડીપીઈઓ દ્વારા મિટિંગમાં મૌખિક સુચના મળતાં છૂટાં કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. બદલી થવા છતાં શિક્ષકો છ-છ મહિનાથી કેમ જૂની શાળામાં રહ્યા ? કોના આશીર્વાદથી ફાજલ શિક્ષકો નવી શાળામાં ના ગયા? આ સવાલો પ્રાથમિક શિક્ષણ સમિતિના વહીવટને લઈ ગંભીર સવાલો ઉભા કરી રહ્યા છે. નવી શાળામાં પહોંચી જવા સરસ્વતી ટીપીઇઓ દ્વારા આદેશ થયો હોવાનું સામે આવ્યો છે.

ઘટસ્ફોટ@પાટણ: બદલી છતાં 6 મહિનાથી જૂની શાળામાં રહ્યા શિક્ષકો, તાત્કાલિક છૂટાં કરવા હુકમ

પાટણ જિલ્લામાં ફાજલ શિક્ષકોને બદલી માટે ગત 1/12/2020 ના રોજ વધઘટનો કેમ્પ થયો હતો. જેમાં સિધ્ધપુર, સરસ્વતી સહિતના અનેક તાલુકાની શાળામાં ફાજલ શિક્ષકોને બીજા તાલુકામાં મૂકવામાં આવ્યા હતા. જોકે બદલી કેમ્પના 6 મહિના વીતી જવા છતાં કેટલાક શિક્ષકો જૂની શાળામાં ફાજલ તરીકે કાર્યરત હોવાનું સામે આવતાં હડકંપ મચી ગયો છે. તત્કાલીન ડીપીઈઓ બાબુભાઈ ચૌધરીના સમયમાં થયેલ અનેક હુકમો પૈકી કેટલાક કિસ્સામાં કથિત ભ્રષ્ટાચારની રજૂઆત થતાં આ સમગ્ર બાબત સામે આવી છે. જેમાં ગત ડિસેમ્બર 2020 માં થયેલ કેમ્પમાં ફાજલ શિક્ષકોને ઘટ હોય તેવી શાળામાં બદલી કરવામાં આવી હતી. સિધ્ધપુર અને સરસ્વતી સહિતના તાલુકાની શાળામાં વધમાં પડેલા શિક્ષકોને રાધનપુર અને સાંતલપુર સહિતના તાલુકાની શાળામાં મૂકવામાં આવ્યા હતા. આ હુકમને 6 મહિના વીતી ગયા છતાં કેટલાક શિક્ષકો હજુ પણ જૂની શાળામાં ફાજલ તરીકે કાર્યરત હોવાનું સામે આવતાં દોડધામ મચી ગઇ છે. સમગ્ર બાબત ધ્યાને આવતાં ઈન્ચાર્જ ડીપીઈઓએ ગત 6/7/2021ની મિટિંગમાં સુચના આપતાં ટીપીઇઓ દ્વારા હુકમો છૂટ્યા છે. જેમાં સરસ્વતી ટીપીઇઓની કચેરી દ્વારા સંબંધિત શાળાનાં આચાર્યોને પત્ર લખી ફાજલ શિક્ષકોને તાત્કાલિક છૂટાં કરવા કહેવામાં આવ્યું છે.

ઘટસ્ફોટ@પાટણ: બદલી છતાં 6 મહિનાથી જૂની શાળામાં રહ્યા શિક્ષકો, તાત્કાલિક છૂટાં કરવા હુકમ
સૂત્રોએ જણાવ્યું હતું કે, બદલી કેમ્પ હેઠળ ફાજલ શિક્ષકોને અન્ય શાળામાં મૂકવામાં આવ્યા છતાં કેમ 6 મહિના છૂટાં ના કર્યા ? શું વધમાં પડેલા શિક્ષકોને દૂરનાં તાલુકાની શાળા મળી હોવાથી વહીવટ હુકમો અટકાવી રાખ્યા ? તત્કાલીન ડીપીઈઓ અને સંબંધિત ટીપીઇઓને કેમ અત્યાર સુધી ધ્યાને ના આવ્યું? આ તમામ સવાલો તત્કાલીન ડીપીઈઓ બાબુભાઈ ચૌધરીના પારદર્શક વહીવટ સામે સવાલો ઉભા કરી રહ્યા છે. ઈન્ચાર્જ ડીપીઈઓએ તાત્કાલિક અસરથી સુચના આપતાં ફાજલ શિક્ષકોને નવી શાળામાં જવા માટે છૂટાં કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.