ઘટસ્ફોટ@દાંતા: કાર ગિયરમાં હોવાથી સ્ટાર્ટ કરતા જ બાળકીને અથડાઇ હતી

અટલ સમાચાર, મહેસાણા દાંતા તાલુકાની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં થયેલા અકસ્માતની ઘટનામાં ચોંકાવનારી બાબત સામે આવી છે. શિક્ષક રમેશ પટેલે શાળાએ આવી કાર કમ્પાઉન્ડમાં જ પાર્કિગ કરી હતી. જેમાં કાર ગિયરમાં જ રહી ગઇ હોવાથી દુર્ઘટના બની હોવાનો ઘટસ્ફોટ થયો છે. શિક્ષિકાએ કોઇ કારણથી ચાવી માંગતા શિક્ષક રમેશ પટેલે આપી હતી. આ પછી શિક્ષિકાએ ચાવી ભરાવતાં
 
ઘટસ્ફોટ@દાંતા: કાર ગિયરમાં હોવાથી સ્ટાર્ટ કરતા જ બાળકીને અથડાઇ હતી

અટલ સમાચાર, મહેસાણા

દાંતા તાલુકાની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં થયેલા અકસ્માતની ઘટનામાં ચોંકાવનારી બાબત સામે આવી છે. શિક્ષક રમેશ પટેલે શાળાએ આવી કાર કમ્પાઉન્ડમાં જ પાર્કિગ કરી હતી. જેમાં કાર ગિયરમાં જ રહી ગઇ હોવાથી દુર્ઘટના બની હોવાનો ઘટસ્ફોટ થયો છે. શિક્ષિકાએ કોઇ કારણથી ચાવી માંગતા શિક્ષક રમેશ પટેલે આપી હતી. આ પછી શિક્ષિકાએ ચાવી ભરાવતાં જ ગાડી સ્ટાર્ટ થઇ તુરંત બાળકીને ટકરાઇ હતી. જેના પગલે ઘટનાસ્થળે જ બીજા ધોરણમાં ભણતી બાળકીનું કરૂણ મોત થયુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટસ્ફોટ@દાંતા: કાર ગિયરમાં હોવાથી સ્ટાર્ટ કરતા જ બાળકીને અથડાઇ હતી

બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાની રાણપુર આંબા પ્રાથમિક શાળામાં થયેલ દુર્ઘટનાને આજે 6 દિવસ થયા છે. જેમાં બેદરકારીને પગલે અકસ્માત થયો હોવાનો પ્રાથમિક ઘટસ્ફોટ સામે આવ્યો છે. કારમાલિક શિક્ષક રમેશ પટેલે પાર્કિંગ કરતા ગાડી ગિયરમાં જ રહી ગઇ હતી. આ પછી શાળા છુટતાં જ ગીત સાંભળવા કે અન્ય કોઇ કારણસર શિક્ષિકા ખ્યાતિબેન ચાવી મેળવી કાર તરફ ગયા હતા. જેમાં કાર ગિયરમાં હોવાનું ખબર નહિ પડતાં ચાવી ભરાવતાં જ સ્ટાર્ટ થઇ દોડવા લાગી હતી.

ઘટસ્ફોટ@દાંતા: કાર ગિયરમાં હોવાથી સ્ટાર્ટ કરતા જ બાળકીને અથડાઇ હતી

સમગ્ર મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યુ હતુ કે, કારમાં ચાવી ભરાવતાં જ સ્ટાર્ટ થઇ ગાડી ખુબ જ ખેંચાઇ હતી. આ દરમ્યાન ગણતરીની સેકંડોમાં કમ્પાઉન્ડમાંથી પસાર થતી બાળકી સાથે કાર ધડાકાભેર ટકરાઇ ગઇ હતી. જેમાં બાળકીને માથાના ભાગે ટાયર આવી જતાં ઘટનાસ્થળે જ મોતને ભેટી હતી. જો કાર ગિયરમાં ન હોત તો જાનહાનિ ટાળી શકાઇ હોવાનું ટીપીઇઓની વાતચીતથી સામે આવ્યુ છે.