ઘટસ્ફોટ@ખેરાલુ: શિક્ષકે 3 નહિ 7 વિદ્યાર્થીઓને બંગડી પહેરાવી’તી, હોબાળો

અટલ સમાચાર, મહેસાણા (કિરણ ઠાકોર) મહેસાણા જિલ્લાના ખેરાલુની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને લેશન નહિ લાવતા વિચિત્ર સજા મળી છે. શિક્ષકે લેશન નહીં લાવનારા છોકરાઓને બંગડી પહેરાવી દેતાં ચકચાર મચી ગઇ છે. છોકરીઓની બંગડી ઉતરાવી એકસાથે 7 છોકરાંઓને પહેરાવતાં ક્ષોભજનક સ્થિતિમાં આવી ગયા છે. ખેરાલુના ટીબલીવાસમા આવેલી પ્રાથમિક શાળા નંબર 3માં લેશન વગર શાળાએ આવેલા વિદ્યાર્થીઓને માનસિક
 
ઘટસ્ફોટ@ખેરાલુ: શિક્ષકે 3 નહિ 7 વિદ્યાર્થીઓને બંગડી પહેરાવી’તી, હોબાળો

અટલ સમાચાર, મહેસાણા (કિરણ ઠાકોર)

મહેસાણા જિલ્લાના ખેરાલુની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને લેશન નહિ લાવતા વિચિત્ર સજા મળી છે. શિક્ષકે લેશન નહીં લાવનારા છોકરાઓને બંગડી પહેરાવી દેતાં ચકચાર મચી ગઇ છે. છોકરીઓની બંગડી ઉતરાવી એકસાથે 7 છોકરાંઓને પહેરાવતાં ક્ષોભજનક સ્થિતિમાં આવી ગયા છે.

ખેરાલુના ટીબલીવાસમા આવેલી પ્રાથમિક શાળા નંબર 3માં લેશન વગર શાળાએ આવેલા વિદ્યાર્થીઓને માનસિક ઠેસ પહોંચે તેવી શિક્ષા મળી છે. શિક્ષક મનુભાઈ પ્રજાપતિએ ધોરણ 6 ભણતા છોકરાઓને પોતાના જ ક્લાસમાં ભણતી છોકરીઓની બંગડી પહેરાવી હતી. જેથી શાળાથી ઘેર ગયેલા 7 છોકરાંઓ ક્ષોભજનક સ્થિતિમાં આવી ગયા છે.

ઘટનાને પગલે વિદ્યાર્થીઓએ શાળાએ જવા આનાકાની કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. વિગતો જાણ્યાં બાદ વાલીઓમાં હોબાળો મચી ગયો હતો. વાલીગણે તાલુકા પ્રાથમિક શિક્ષણ કચેરીમાં રજૂઆત કરતાં તપાસ કરવામાં આવી છે. સમગ્ર મામલે ટીપીઈઓ શિક્ષકનું વર્તન અયોગ્ય હોવાનું સ્વિકારી તપાસ અહેવાલ તૈયાર કર્યાનું જણાવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને અહેવાલ મળ્યા બાદ શિક્ષક સામે કાર્યવાહી થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, શિક્ષક મનુભાઈ લેશન નહિ લાવનાર વિદ્યાર્થીઓને શિક્ષા કરવા જતાં પોતાને લેશન મળી ગયાનું અનુભવી રહ્યા છે.