ઘટસ્ફોટ@મોડાસા: પીડિતાના હાથ અને ગાલ પર ઉઝરડાના નિશાન: CID ક્રાઇમ

અટલ સમાચાર,મોડાસા મોડાસાના સાયરા અમરાપુરની 31મી ડિસેમ્બરથી પાંચ દિવસથી ગુમ યુવતીની લાશ રવિવારે પાંચ જાન્યુઆરીએ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવી હતી. જે બાદ યુવતીનાં પરિજનો તથા અનુસૂચિત જાતિ સમાજે આરોપીઓ સામે દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધ્યા પછી જ લાશ સ્વીકારવાની માંગ કરી હતી. આ મામલે આજે તપાસ કરી રહેલી CID ક્રાઇમના DIG ગૌતમ પરમારે
 
ઘટસ્ફોટ@મોડાસા: પીડિતાના હાથ અને ગાલ પર ઉઝરડાના નિશાન: CID ક્રાઇમ

અટલ સમાચાર,મોડાસા

મોડાસાના સાયરા અમરાપુરની 31મી ડિસેમ્બરથી પાંચ દિવસથી ગુમ યુવતીની લાશ રવિવારે પાંચ જાન્યુઆરીએ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવી હતી. જે બાદ યુવતીનાં પરિજનો તથા અનુસૂચિત જાતિ સમાજે આરોપીઓ સામે દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધ્યા પછી જ લાશ સ્વીકારવાની માંગ કરી હતી. આ મામલે આજે તપાસ કરી રહેલી CID ક્રાઇમના DIG ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, ‘પીડિતાના હાથ અને ગાલના ભાગે ઉઝરડાના નિશાન હતા. પીડિતા અને આરોપીઓ એકબીજાને અગાઉથી જાણતા હતા.’

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસાના સાયરા ગામી યુવતિની ગત 31મી ડિસેમ્બરથી પાંચ દિવસથી ગુમ યુવતીની લાશ રવિવારે પાંચ જાન્યુઆરીએ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવી હતી. CID ક્રાઇમના DIG ગૌતમ પરમારે જણાવ્યું, ‘ આરોપી બિમલ ભરવાડ અને પીડિતા એકબીજાના સંપર્કમાં હતા. તમામ લોકો એકબીજાને જાણતા હતા. યુવતીનો મોબાઇલ પણ તોડી નાખવામાં આવ્યો હતો. અમે તપાસ કરી રહ્યા છે. સીડીઆર રિપોર્ટ દ્વારા જાણવા મળે છે તે મુજબ આ ઘટનાના સમયગાળઆ દરમિયાન આરોપીઓના મોબાઇલમાંથી રાજ્ય બહાર ફોન થયા હતા.’

ઘટસ્ફોટ@મોડાસા: પીડિતાના હાથ અને ગાલ પર ઉઝરડાના નિશાન: CID ક્રાઇમ

ડીઆઈજી ગૌતમ પરમારે ઉમેર્યુ હતું કે ‘કેસમાં ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ઉપરાંત વિશેરાનો રિપોર્ટ પણ આવશે. પીડિતાના શરીર પરથી હાથ અને ગાલ પરથી ઉઝરડાના નિશાન મળી આવ્યા હતા. શરીર પર કેટલાક ઠેકાણે નખ મારવાના નિશાન પણ મળી આવ્યા હતા. ડીઆઈજી પરમારે ઉમેર્યુ કે સીસીટીવી તેમજ સીડીઆર પુરાવાના આધારે તપાસ થઈ રહી છે. સીસીટીવી જોતા પણ સ્પષ્ટ થાય છે કે આરોપી અને પીડિતા એક બીજાના સંપર્કમાં હતા. પીડિતા ગાડીમાંથી ઉતરી ત્યારે તેનો આરોપીઓ સાથે ઝઘડો થયો હતો અને તેનો મોબાઇલ પણ તોડી નાંખવામા આવ્યો હતો.