ઘટસ્ફોટ@પાટણ: વિભાગના વડાએ રીપોર્ટ કર્યો, કલાકોમાં મહિલા પ્રોફેસર ડીસમીસ

અટલ સમાચાર, પાટણ પાટણ સ્થિત યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના વર્ષોજૂના મહિલા પ્રોફેસરને દૂર કરવા પાછળ મોટો ભેદભરમ હોવાનો ઘટસ્ફોટ થયો છે. વિભાગના વડા આદેશપાલે પુછપરછ વિના પ્રોફેસર હેતલ પટેલનો રીપોર્ટ તૈયાર કર્યો હતો. રીપોર્ટ રજૂ થયા બાદ ગણતરીના કલાકોમાં કારોબારીએ પ્રોફેસરને ડીસમીસ કરી સેવા સમાપ્ત કરી દેવાનો નિર્ણય કર્યો હતો. પોતાના ઉપર ગાજ પડવાની સંભાવના પારખી
 
ઘટસ્ફોટ@પાટણ: વિભાગના વડાએ રીપોર્ટ કર્યો, કલાકોમાં મહિલા પ્રોફેસર ડીસમીસ

અટલ સમાચાર, પાટણ

પાટણ સ્થિત યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના વર્ષોજૂના મહિલા પ્રોફેસરને દૂર કરવા પાછળ મોટો ભેદભરમ હોવાનો ઘટસ્ફોટ થયો છે. વિભાગના વડા આદેશપાલે પુછપરછ વિના પ્રોફેસર હેતલ પટેલનો રીપોર્ટ તૈયાર કર્યો હતો. રીપોર્ટ રજૂ થયા બાદ ગણતરીના કલાકોમાં કારોબારીએ પ્રોફેસરને ડીસમીસ કરી સેવા સમાપ્ત કરી દેવાનો નિર્ણય કર્યો હતો. પોતાના ઉપર ગાજ પડવાની સંભાવના પારખી મહિલા પ્રોફેસરે અગાઉ અનેક રજૂઆતો કરી હતી. આવી સ્થિતિમાં વહીવટી નિર્ણય માટે “મોટી ગતિવિધિ” થઇ હોવાની આશંકા ઉભી થઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાં ડો. હેતલ પટેલ પ્રોફેસર તરીકે હતા. બરાબર વિશ્વ મહિલા દિવસના ગણતરીના કલાકો પહેલા હેતલ પટેલને પ્રોફેસર પદેથી ડીસમીસ કરી દેવાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. ગત 7 માર્ચે વિભાગના વડા ડો.આદેશપાલે પ્રોફેસર હેતલ પટેલ વિરૂધ્ધ રીપોર્ટ તૈયાર કર્યો હતો. તે જ દિવસે મળેલી કારોબારી કમિટીની બેઠકમાં રીપોર્ટને બહાલી આપી મહિલા પ્રોફેસરને ડીસમીસ કરવામાં આવ્યા હતા.

ઘટસ્ફોટ@પાટણ: વિભાગના વડાએ રીપોર્ટ કર્યો, કલાકોમાં મહિલા પ્રોફેસર ડીસમીસ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પ્રો.હેતલ પટેલ છેલ્લા 6 મહિનાથી શિક્ષણકાર્ય દરમ્યાન અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. આથી ફરજને લઇ ચોક્કસ બાબતો ભેગી થઇ નોકરીના વિરૂધ્ધમાં મોટી કાર્યવાહી કરાવી શકે તેવી સંભાવના ઉભી થઇ હતી. સૌથી મોટી વાત એ છે કે, ડો.આદેશપાલ પણ યુનિવર્સિટીના નિયમોને લઇ તપાસ અને કોર્ટ મેટરનો સામનો કરી રહ્યા છે. તો વિભાગના વડા આદેશપાલે એવો કયો રીપોર્ટ મહિલા પ્રોફેસરની પુછપરછ કર્યા વિના તૈયાર કર્યો કે જેનાથી ગણતરીના કલાકોમાં ડીસમીસ થયા ? આ સવાલોથી મહિલા પ્રોફેસરની સેવા પુર્ણ કરવા પાછળ મોટો ભેદભરમ હોવાની સંભાવના બની છે.