પુલવામા હૂમલાનો બદલોઃ જૈશ કમાન્ડર સજ્જાદ ભટને સેનાએ ઠાર કર્યો

અટલ સમાચાર, ડેસ્ક જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોએ મંગળવારે પુલવામા હુમલાનો બદલો પૂરી કરી છે. સુરક્ષા દળોએ પુલવામા આતંકી હુમલાનો મુખ્ય કાવતરાખોર પૈકીનો એક અને જૈશ કમાન્ડર સજ્જાદ ભટને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. આ એન્કાઉન્ટરમાં એક અન્ય આતંકી પણ માર્યો ગયો છે. 14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલામાં સજ્જાદ ભટની કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આતંકીઓએ આ કારથી
 
પુલવામા હૂમલાનો બદલોઃ જૈશ કમાન્ડર સજ્જાદ ભટને સેનાએ ઠાર કર્યો

અટલ સમાચાર, ડેસ્ક

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોએ મંગળવારે પુલવામા હુમલાનો બદલો પૂરી કરી છે. સુરક્ષા દળોએ પુલવામા આતંકી હુમલાનો મુખ્ય કાવતરાખોર પૈકીનો એક અને જૈશ કમાન્ડર સજ્જાદ ભટને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. આ એન્કાઉન્ટરમાં એક અન્ય આતંકી પણ માર્યો ગયો છે.

પુલવામા હૂમલાનો બદલોઃ જૈશ કમાન્ડર સજ્જાદ ભટને સેનાએ ઠાર કર્યો
એન્કાઉન્ટરમાં ઠાર આતંકીનો ફાઈલ ફોટો

14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલામાં સજ્જાદ ભટની કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આતંકીઓએ આ કારથી સીઆરપીએફના કાફલા પર બ્લાસ્ટ કર્યો હતો. સુરક્ષા દળોએ સજ્જાદ ઉપરાંત આઈઈડી બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડને પણ ઠાર માર્યો છે. સુરક્ષા દળોનો દાવો છે કે આ પુલવામા હુમલામાં સામેલ છેલ્લો આતંકી હતો, જેને મારી નાખવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અનંતનાગ જિલ્લાના પુલવામામાં આ વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ આતંકીઓએ સીઆરપીએફના એક કાફલાને નિશાન બનાવ્યો હતો. આતંકીઓએ સીઆરપીએફના કાફલાને નિશાન બનાવ્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા.