રેવન્યુ@કડી: ના.મામલતદાર વિરૂધ્ધ ગંભીર રજૂઆત, રોકડી માટે તલાટીઓને મજબૂર કર્યાના આક્ષેપો

અટલ સમાચાર, મહેસાણા કડી તાલુકા મામલતદાર કચેરીના કર્મચારી વિરૂધ્ધ ચોંકાવનારી રજૂઆત સામે આવી છે. ઇ-ધરાની અરજીઓમાં ભ્રષ્ટાચાર કરવા રેવન્યુ તલાટીઓને મજબૂર કરતાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે તલાટીઓ ખોટું ના કરે તેઓના વિરૂધ્ધ ઉપલા અધિકારીને કાનભંભેરણી કરી ધમકાવડાવતાં હોવાની પણ રજૂઆત કરી છે. સ્થાનિક વ્યક્તિએ ઓનલાઇન ફરીયાદ નિવારણ સિસ્ટમમાં મહેસાણા કલેક્ટર અને લેખિતમાં સાંસદને
 
રેવન્યુ@કડી: ના.મામલતદાર વિરૂધ્ધ ગંભીર રજૂઆત, રોકડી માટે તલાટીઓને મજબૂર કર્યાના આક્ષેપો

અટલ સમાચાર, મહેસાણા

કડી તાલુકા મામલતદાર કચેરીના કર્મચારી વિરૂધ્ધ ચોંકાવનારી રજૂઆત સામે આવી છે. ઇ-ધરાની અરજીઓમાં ભ્રષ્ટાચાર કરવા રેવન્યુ તલાટીઓને મજબૂર કરતાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે તલાટીઓ ખોટું ના કરે તેઓના વિરૂધ્ધ ઉપલા અધિકારીને કાનભંભેરણી કરી ધમકાવડાવતાં હોવાની પણ રજૂઆત કરી છે. સ્થાનિક વ્યક્તિએ ઓનલાઇન ફરીયાદ નિવારણ સિસ્ટમમાં મહેસાણા કલેક્ટર અને લેખિતમાં સાંસદને ફરીયાદ કરી નાયબ મામલતદારની બદલી કરવા માંગ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રેવન્યુ@કડી: ના.મામલતદાર વિરૂધ્ધ ગંભીર રજૂઆત, રોકડી માટે તલાટીઓને મજબૂર કર્યાના આક્ષેપો

મહેસાણા જીલ્લાની કડી મામલતદાર કચેરીના પારદર્શક વહીવટને લઇ મંથન કરાવે તેવી મોટી વાત સામે આવી છે. ઇ-ધરા શાખાના નાયબ મામલતદાર ભાઇલાલ મકવાણા વિરૂધ્ધ ભ્રષ્ટાચાર, અણઆવડત અને ખોટી ગતિવિધિ કરાવતાં હોવાની રજૂઆત થઇ છે. મહેસાણા સાંસદને પત્ર લખી નાયબ મામલતદારની બદલી કરવા માંગ કરી છે. જેમાં નાયબ મામલતદાર મકવાણા ભ્રષ્ટાચાર કરવા માટે રેવન્યુ તલાટીઓને મજબૂર કરતાં હોવાનો સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે અરજી કરતાં ખેડૂત રકમ ના આપે તો તેવી અરજીઓને ધક્કે ચડાવે જ્યારે રકમ મળતી હોય તેવી અરજીઓને તલાટીઓની ઇચ્છા વિરૂધ્ધ નિકાલ કરાવતાં હોવાનો આક્ષેપ કર્યો છે.

રેવન્યુ@કડી: ના.મામલતદાર વિરૂધ્ધ ગંભીર રજૂઆત, રોકડી માટે તલાટીઓને મજબૂર કર્યાના આક્ષેપો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કડી પંથકમાં ખેડૂત સહિતનાઓની વિવિધ કામે ઇ-ધરા શાખામાં અરજી આવી રહી છે. જેના નિકાલ દરમ્યાન નાયબ મામલતદાર ગતાગમ ધરાવતાં ન હોવાથી કોઇ સુથાર સાહેબ નામના નિવૃત્ત કર્મચારીને ફાઇલ ચેક કરવા આપતાં હોવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો છે. આવી અરજીઓ તપાસવાના 2,000 અને કોઇ ભૂલ નિકળે તો વધારે રકમ લઇ નાયબ મામલતદાર વહીવટ કરતાં હોવાનો ગંભીર આક્ષેપ કરતાં હડકંપ મચી ગયો છે. રજૂઆતકર્તાએ નાયબ મામલતદારે ફરજ મોકૂફ કરવા અથવા અન્યત્ર ખસેડી પ્રામાણિક અધિકારીને મુકવા માંગ કરી છે.

રેવન્યુ@કડી: ના.મામલતદાર વિરૂધ્ધ ગંભીર રજૂઆત, રોકડી માટે તલાટીઓને મજબૂર કર્યાના આક્ષેપો