જોખમ@ભિલોડા: સ્ટન્ટબાજોથી સ્થાનિકોને ખતરો, કાર અને બાઇકનો વિડીયો વાયરલ

અટલ સમાચાર,ભિલોડા ભિલોડામાં લોકોના જીવ જોખમાય તે રીતે બસ સ્ટેન્ડમાં જોખમી સ્ટન્ટ કરતો કારનો વિડીયો વાયરલ થયો છે. મોડી રાત્રે યુવાનો વૈભવી ગાડીઓ અને બાઇકો સાથે મોજશોખ માટે સ્ટન્ટ કરતા હોય છે. આ દરમિયાન ગંભીર અકસ્માત પણ સર્જાય છે. તો એક બીજા વિડીયોમાં બાઇક ચાલક પણ સ્ટન્ટ કરતો જોવા મળે છે. મહત્વનું છે કે પોલીસ
 
જોખમ@ભિલોડા: સ્ટન્ટબાજોથી સ્થાનિકોને ખતરો, કાર અને બાઇકનો વિડીયો વાયરલ

અટલ સમાચાર,ભિલોડા

ભિલોડામાં લોકોના જીવ જોખમાય તે રીતે બસ સ્ટેન્ડમાં જોખમી સ્ટન્ટ કરતો કારનો વિડીયો વાયરલ થયો છે. મોડી રાત્રે યુવાનો વૈભવી ગાડીઓ અને બાઇકો સાથે મોજશોખ માટે સ્ટન્ટ કરતા હોય છે. આ દરમિયાન ગંભીર અકસ્માત પણ સર્જાય છે. તો એક બીજા વિડીયોમાં બાઇક ચાલક પણ સ્ટન્ટ કરતો જોવા મળે છે. મહત્વનું છે કે પોલીસ આવા અસામાજીક તત્વોને શોધી કાર્યવાહી કરે તેવી માંગ સ્થાનિકોમાં ઉઠી રહી છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

અરવલ્લી જીલ્લાના ભિલોડાના બસ સ્ટેન્ડમાં એક કાર અને બાઇકનો જોખમી સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો છે. રાત્રી દરમ્યાન અંધારામાં જીવલેણ સ્ટન્ટ કરતા અસામાજીક તત્વોનો આતંક વધ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આવા જોખમી સ્ટન્ટથી રાહદારીઓ અને શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્રારા આવા અસામાજીક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે.