જોખમ@દેશઃ NIC પર Cyber Attack, અત્યંત સંવેદનશીલ માહિતી ગાયબ

અટલ સમાચાર, ડેસ્ક ભારતની સૌથી મોટી ડેટા એજન્સી રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર (નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર NIC) પર સાયબર હુમલાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ હુમલા અંગે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે. કહેવાય છે કે આ સાયબર હુમલાના માધ્યમથી NICના અનેક કમ્યુટરોને નિશાન બનાવાયા છે અને સંવેદનશીલ માહિતી મેળવી
 
જોખમ@દેશઃ NIC પર Cyber Attack, અત્યંત સંવેદનશીલ માહિતી ગાયબ

અટલ સમાચાર, ડેસ્ક

ભારતની સૌથી મોટી ડેટા એજન્સી રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર (નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર NIC) પર સાયબર હુમલાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ હુમલા અંગે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે. કહેવાય છે કે આ સાયબર હુમલાના માધ્યમથી NICના અનેક કમ્યુટરોને નિશાન બનાવાયા છે અને સંવેદનશીલ માહિતી મેળવી લેવાઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરમાં પ્રધાનમંત્રી, એનએસએ સહિત રાષ્ટ્રીય હિત સંબંધિત જાણકારીઓ હોય છે. આવામાં આ સાયબર હુમલાને ખુબ જ જોખમી ગણવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ આ સાયબર એટેક બેંગ્લુરુ બેસ્ડ એક ફર્મ દ્વારા કરાયો છે. જેના તાર અમેરિકા સાથે જોડાયેલા છે. એનઆઈસીના ડેટા બેસમાં રાષ્ટ્રીય સુરક્ષા સંલગ્ન જાણકારીઓ સાથે ભારતના નાગરિકો, વીવીઆઈપી લોકોની જાણકારીઓ હોય છે.

જોખમ@દેશઃ NIC પર Cyber Attack, અત્યંત સંવેદનશીલ માહિતી ગાયબ
જાહેરાત

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને મળેલી માહિતી મુજબ એનઆઈસીની સિસ્ટમ પર ઈમેઈલના માધ્યમથી માલવેર મોકલવામાં આવ્યો. જેમાં એક લિંક પર ક્લિક કરતા જ તમામ જાણકારીઓ ગાયબ થઈ ગઈ. ત્યારબાદ દિલ્હી પોલીસને સૂચના અપાઈ. જાણકારી સામે આવતા જ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે કમાન સંભાળી લીધી અને કેસની તપાસ શરૂ કરી દીધી. એનઆઈસીના કર્મચારીઓની ફરિયાદ પર જ્યારે મેઈલની તપાસ કરવામાં આવી તો તેની લિંક બેંગ્લુરુની કંપની સાથે જોડાયેલી મળી. પોલીસ તપાસમાં આ કંપનીનું આઈપી એડ્રસ ટ્રેસ થયું છે. આ કંપની અમેરિકા બેસ્ડ કંપની સાથે જોડાયેલી છે.