રિયાએ સુશાંતને આપ્યો હતો દવાનો ઓવરડોઝ, પિતાએ લગાવ્યા 5 આરોપ

અટલ સમાચાર, ડેસ્ક સુશાંત સિંહ રાજપૂતના પિતાએ પોતાની ફરિયાદમાં રિયા ચક્રવર્તી સહિત રિયાના ભાઈ અને પરિવાર ઉપર પણ આરોપ લગાવ્યા કે સમગ્ર પરિવાર મળીને સુશાંતના રૂપિયા લૂંટી રહ્યા હતા. તેઓએ અનેક ગંભીર અને ચોંકાવનારા આરોપ લગાવ્યા છે. તેઓએ FIR કોપીમાં કુલ સાત મુદ્દાઓ પર તપાસ SIT દ્વારા કરાવવાની માંગ કરી છે. 1. સુશાંતને ગાંડો ઘોષિત
 
રિયાએ સુશાંતને આપ્યો હતો દવાનો ઓવરડોઝ, પિતાએ લગાવ્યા 5 આરોપ

અટલ સમાચાર, ડેસ્ક

સુશાંત સિંહ રાજપૂતના પિતાએ પોતાની ફરિયાદમાં રિયા ચક્રવર્તી સહિત રિયાના ભાઈ અને પરિવાર ઉપર પણ આરોપ લગાવ્યા કે સમગ્ર પરિવાર મળીને સુશાંતના રૂપિયા લૂંટી રહ્યા હતા. તેઓએ અનેક ગંભીર અને ચોંકાવનારા આરોપ લગાવ્યા છે. તેઓએ FIR કોપીમાં કુલ સાત મુદ્દાઓ પર તપાસ SIT દ્વારા કરાવવાની માંગ કરી છે.

1. સુશાંતને ગાંડો ઘોષિત કરવાની ધમકી આપતી હતી રિયા

સુશાંતને ગાંડો ઘોષિત કરવાની તૈયારીમાં હતા. સુશાંતના પિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તે વૃદ્ધ છે અને વધુ દોડાદોડી નથી કરી શકતા તેથી તેઓએ ફરિયાદ હવે પટનામાં કરી છે. સુશાંત સાથેની થોડા દિવસની જ મુલાકાતમાં રિયાએ સુશાંતનું પહેલું ઘર ભૂતપ્રેત હોવાનું કહીને બદલાવી દીધું. ત્યારબાદ જે ઘરમાં સુશાંત શિફ્ટ થયો તેમાં રિયાનો સમગ્ર પરિવાર સાથે રહેવા લાગ્યો અને સુશાંતનું માનસિક સંતુલન ખરાબ હોવાનું કહેવા લાગ્યા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

2. સુશાંતને દવાનો ઓવરડોઝ આપવામાં આવ્યો

આ ઉપરાંત FIRમાં કહેવામાં આવ્યું છે કે સુશાંતને મેન્ટલ હૉસ્પિટલ મોકલવાની તૈયારી હતી. રિયાએ કારણ વગર તેની દવાઓ શરૂ કરી અને કહ્યું તેને ડેન્યૂી થયો છે. બાદમાં દવાઓનો ઓવરડોઝ આપીને તેની માનસિક હાલતને ખરાબ કરવામાં આવી.

3. સુશાંતનો નંબર બંધ કરાવીને રિયાએ અપાવ્યો હતો નવો નંબર

આરોપ છે કે રિયાએ સુશાંતનો મોબાઇલ નંબર પણ બદલાવી દીધો જેથી સુશાંત જૂના લોકો અને પોતાના પરિવારથી દૂર રહે. સુશાંતના એકાઉન્ટમાંથી રિયા અને તેના પરિવારના તમામ ખર્ચા કર્યા અને રિયાએ કરોડો રૂપિયા ગુમ કર્યા. રિયા સુશાંતને મેન્ટલ હૉસ્પિટલ મોકલવાની તૈયારીમાં હતી. રિયા ફિલ્મની ઓફર્સ પણ એ જ શરતે હા કરાવતી હતી જેમાં તેને સુશાંતની સાથે હિરોઇનની તક મળે.

4. મીડિયામાં બદનામ કરવા અને બરબાદ કરવાની આપતી હતી ધમકી

જ્યારે સુશાંત કેરળમાં પોતાના મિત્ર મહેશ શેટ્ટીની સાથે ખેતીનું કામ શરૂ કરવાનો હતો પરંતુ રિયાએ તેની પર દબાણ કર્યું હતું. સુશાંતની આત્મહત્યાથી થોડા દિવસ પહેલા રિયા તમામ સામાન સુશાંતના ક્રેડિટ કાર્ડ અને જરૂરી દસ્તાવેજ લઈને ઘરેથી જતી રહી અને સુશાંતનો નંબર પણ બ્લોક કરીને ગઈ હતી. રિયા સુશાંતને ધમકી આપીને ગઇ હતી કે તે ટૂંક સમયમાં મીડિયામાં સુશાંતનો મેડિકલ રિપોર્ટ બતાવશે જેથી મીડિયા સુશાંતને ગાંડો સમજશે અને પછી સુશાંતને કોઈ કામ નહીં આપે. આ વાતને લઈ સુશાંત આત્મહત્યા પહેલા ઘણો પરેશાન હતો અને તેણે પોતાની બહેનને પણ બોલાવી હતી.

5. રિયાએ સુશાંતને તેના પરિવારથી કરી દીધો હતો દૂર

સુશાંતની બહેનના બાળકો નાના છે તેથી તે થોડા દિવસ બાદ જતી રહી હતી અને તેણે સુશાંતને સમજાવ્યો હતો કે આવું કંઈ નહીં થાય. જ્યારે રિયા સુશાંતના તમામ દસ્તાવેજ અને પૈસા પોતાની પાસે રાખી મીડિયામાં જવાની ધમકી આપીને ઉશ્કેરી રહી હતી કે સુશાંત આત્મહત્યા કરી લે. સુશાંતે રિયા ઘર છોડીને ગયા બાદ પણ તેને ફોન કર્યો કારણ કે તે ધમકી આપીને ગઈ હતી પરંતુ રિયાએ સુશાંતનો નંબર બ્લોક કરી દીધો હતો.

સુશાંતના પિતાનો એવો પણ આરોપ છે કે રિયાના પરિવારે તેના ઘરના નોકર સુધી બદલી દીધા હતા. સુશાંત ડિસેમ્બરમાં પોતાની બહેનને મળવા ગયો હતો. પરંતુ રિયાએ સતત ફોન કરી દબાણ ઊભું કર્યું અને તેને પરત મુંબઈ બોલાવી દીધી. રિયાના પરિવારનો પ્રયાસ સુશાંતના પરિવાને તેનાથી દૂર રાખવાનો હતો.