ગજબઃ કૂતરાએ પાસપોર્ટ ફાડી નાખ્યો, પ્રવાસ રદ્દ થયો છતાં શાબાશી મળી

અટલ સમાચાર, ડેસ્ક કૂતરાઓને મનુષ્યના સૌથી વફાદાર સાથી માનવામાં આવે છે. અનેક એવા મામલા પણ સામે આવ્યા છે જ્યાં કૂતરાઓને તેમના માલિકો પર આવનારી મુશ્કેલીનો પહેલાથી જ આભાસ થઈ ગયો હોય. કંઈક આવો જ કિસ્સો એક મહિલાની સાથે થયો છે. આ મહિલા ચીનના વુહાનનો પ્રવાસ કરવાની તૈયારી કરી રહી હતી. ત્યારે મહિલા પ્રવાસ માટે જાય
 
ગજબઃ કૂતરાએ પાસપોર્ટ ફાડી નાખ્યો, પ્રવાસ રદ્દ થયો છતાં શાબાશી મળી

અટલ સમાચાર, ડેસ્ક

કૂતરાઓને મનુષ્યના સૌથી વફાદાર સાથી માનવામાં આવે છે. અનેક એવા મામલા પણ સામે આવ્યા છે જ્યાં કૂતરાઓને તેમના માલિકો પર આવનારી મુશ્કેલીનો પહેલાથી જ આભાસ થઈ ગયો હોય. કંઈક આવો જ કિસ્સો એક મહિલાની સાથે થયો છે. આ મહિલા ચીનના વુહાનનો પ્રવાસ કરવાની તૈયારી કરી રહી હતી. ત્યારે મહિલા પ્રવાસ માટે જાય તે પહેલાં કૂતરાએ તેનો પાસપોર્ટ ફાડી ખાધો પરંતુ મહિલાએ તેના પર ગુસ્સે થવાને બદલે શાબાશી આપી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તાઇવાનની રહેનારી આ મહિલાનું એવું માનવું છે કે તેના કૂતરાએ તેનો પાસપોર્ટ ફાડીને તેની પર બહુ મોટો ઉપકાર કર્યો છે અને તેનો જીવ બચાવ્યો છે. મૂળે, કૂતરાએ પાસપોર્ટને એ હદે ફાડી દીધો હતો કે મહિલાને પોતાનો પ્રવાસ રદ કરવો પડ્યો. મહિલાએ ચીનના વુહાન માં કોરોનાવાયરસ ફેલાવવાના સમાચાર જાણ્યા બાદ ફેસબુક પર ફાટેલા પાસપોર્ટની સાથે કૂતરાની તસવીર શૅર કરતાં તેનો આભાર માન્યો છે. નોંધનીય છે કે ચીનના વુહાન પ્રાંતને કોરોનાવાયરસ ફેલાવવાના કારણે સમગ્રપણે બંધ કરી દેવામાં આવ્યો છે. કોરોનાવાયરસની ઝપટમાં આવીને અત્યાર સુધી ચીન (China)માં 100થી વધુ લોકોનાં મોત થયા છે.કૂતરાની માલિકણે ફેસબુક પર કૂતરાની તસવીર શૅર કરતાં લખ્યું કેગજબઃ કૂતરાએ પાસપોર્ટ ફાડી નાખ્યો, પ્રવાસ રદ્દ થયો છતાં શાબાશી મળી શું તમને આ ફાટેલો પાસપોર્ટ યાદ છે. જ્યારે તેને એ વાતનો અંદાજો થયો કે પાસપોર્ટ ફાડવાના કારણે તે આ ખતરનાક પ્રવાસથી બચી ગઈ તો સૌથી પહેલા ઘરે પહોંચીને તેણે પોતાના વ્હાલા કૂતરાને શોધ્યો તો જોયું કે કિમી (કૂતરાનું નામ) ફાટેલા પાસપોર્ટ સાથે ખૂબ જ આરામથી સૂતો હતો. બીજી ફેસબુક પોસ્ટમાં કુતરાની માલિકણે કહ્યું કે આ બાળકે સાચે જ મારો જીવ બચાવ્યો છે. મારો પાસપોર્ટ ફાડ્યા બાદ મને એ વાતની જાણકારી મળી કે જે સ્થળે જવાનો મેં પ્લાન કર્યો હતો ત્યાં કોરોનાવાયરસનો કહેર ચાલુ છે. હવે હું તેના વિશે વિચારું છું અને એ વાત મારા દિલ સ્પર્શી લે છે. સૌભાગ્યથી તેં (કિમી) અમને આ ટ્રિપ પર જવાથી રોકી દીધા.