ભાગેડૂ@કડીઃ ઢોર ચોરીનો ફરાર આરોપીને સર્વેલન્સ ટીમે ઝડપી લીધો

અટલ સમાચાર, કડી મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક મનિષસિંહે નાસતા-ફરતા આરોપીઓને ઝડપી લેવા જિલ્લા કર્મીઓને કડક સુચના મળી છે. જેથી આવા ગુનાઓના આરોપીઓની તલાશમાં પોલસ હોઈ કડી ખાતેથી ઢોર ચોરીના એક આરોપીને સર્વેલન્સ ટીમે ઝડપી પાડી ગુનો નોંધાવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર કડી પોલીસની સર્વેલન્સ ટીમના પોલીસ સબ ઈન્સ્પેક્ટર વાય.એ. રાજપુત
 
ભાગેડૂ@કડીઃ ઢોર ચોરીનો ફરાર આરોપીને સર્વેલન્સ ટીમે ઝડપી લીધો

અટલ સમાચાર, કડી

મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક મનિષસિંહે નાસતા-ફરતા આરોપીઓને ઝડપી લેવા જિલ્લા કર્મીઓને કડક સુચના મળી છે. જેથી આવા ગુનાઓના આરોપીઓની તલાશમાં પોલસ હોઈ કડી ખાતેથી ઢોર ચોરીના એક આરોપીને સર્વેલન્સ ટીમે ઝડપી પાડી ગુનો નોંધાવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર કડી પોલીસની સર્વેલન્સ ટીમના પોલીસ સબ ઈન્સ્પેક્ટર વાય.એ. રાજપુત તથા ટીમને વિવિધ જગ્યાએથી ઢોર ચોરીનો આરોપી પોતાની હદ વિસ્તારમાં હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે નાસતો-ફરતો આરોપી સૈયદ આમિન ઉર્ફે હારુન ઈબ્રાઈમમીયાં કડીવાળાને ભટાસણ ગામેથી દબોચી લીધો હતો. તેના વિરુદ્ધ સીઆરપીસી ગુના આધારે અટકમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.