સાબરકાંઠા: ભિલોડા અને વડાલીમાં 2 ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

અટલ સમાચાર,હિંમતનગર વરસાદની આગાહી વચ્ચે અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. જેમાં માલપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો ઉભરાણ પંથકમાં અડધા કલાકમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે ગામની શેરીઓમાં નદીઓ વહી છે. તો માલપુરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. બીજી તરફ, ભિલોડામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે. તો
 
સાબરકાંઠા: ભિલોડા અને વડાલીમાં 2 ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

અટલ સમાચાર,હિંમતનગર

વરસાદની આગાહી વચ્ચે અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. જેમાં માલપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો ઉભરાણ પંથકમાં અડધા કલાકમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે ગામની શેરીઓમાં નદીઓ વહી છે. તો માલપુરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. બીજી તરફ, ભિલોડામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે. તો ધનસુરમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. મોડાસા અને મેઘરજમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદી માહોલ છવાયેલો છે. જિલ્લાના વડાલી તાલુકામાં પોણા બે ઇંચ તથા પોશીનામાં પોણો એક ઇંચ વરસાદ ખાબકતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ ઉપરાંત છેલ્લા ચોવીસ કલાકમાં ઇડરમાં 13 મીમી, ખેડબ્રહ્મા 10 મીમી, તલોદમાં 02 મીમી, પ્રાંતિજમાં 01 મીમી, વિજયનગરમાં 15 મીમી વરસાદ નોંધાયો છે. તો તલોદ, પ્રાંતિજ અને હિંમતનગરમાં વરસાદના છાંટા પડ્યા છે.