સાબરકાંઠા: વરસાદથી પોશીના તાલુકામાં નવાં નીર આવતા હર્ષોલ્લાસ

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) સાબરકાંઠા તાલુકાની સઈ નદીમાં નવાં નીર આવતા ખુશીની લાગણી વ્યાપી ગઇ છે. પોશીના તાલુકામાં ઉપરવાસમાં 66 મી.મી જેવો વરસાદ વરસી ગયો જેને લઇને પોશીના તાલુકામાં આવેલી ખેડુતોની જીવા દોરી સમાન સેઇ નદીમાં નવાં નીરની આવક જોવા મળી છે. જેના કારણે સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી ખેડુતોમાં જોવા મળી છે. સીઝન નો કુલ
 
સાબરકાંઠા: વરસાદથી પોશીના તાલુકામાં નવાં નીર આવતા હર્ષોલ્લાસ

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

સાબરકાંઠા તાલુકાની સઈ નદીમાં નવાં નીર આવતા ખુશીની લાગણી વ્યાપી ગઇ છે. પોશીના તાલુકામાં ઉપરવાસમાં 66 મી.મી જેવો વરસાદ વરસી ગયો જેને લઇને પોશીના તાલુકામાં આવેલી ખેડુતોની જીવા દોરી સમાન સેઇ નદીમાં નવાં નીરની આવક જોવા મળી છે. જેના કારણે સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી ખેડુતોમાં જોવા મળી છે. સીઝન નો કુલ વરસાદ તાલુકામાં 10 ઇચની આસપાસ થયો હોવાનું સરકારી દફ્તરે નોધાઇ જવાં પામ્યું છે. જ્યારે ખેરોજની સાબરમતી માં નવાં આવ્યા હતા.