સાબરકાંઠાઃ વિદેશી દારૂ અને કાર સાથે શખ્શને દબોચતી LCB પોલીસ

અટલ સમાચાર, ડેસ્ક રાજસ્થાનમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવા અરવલ્લી-સાબરકાંઠાના માર્ગનો બુટલેગરો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલે એસઆરપી બંદોબસ્ત સાથે રેડ કરી ગાંભોઇ નજીકથી બે વાહનોમાંથી કુલ રૂ.3.54 લાખનો વિદેશી દારૂ ઝડપી પડતા સાબરકાંઠા પોલીસતંત્ર દોડતું થયું હતું. સાબરકાંઠા એલસીબી પોલીસ સતત વિદેશી દારૂનું વહન અટકાવવામાં સફળ રહેવા છતાં સ્ટેટ મોનીટરીંગ સેલની
 
સાબરકાંઠાઃ વિદેશી દારૂ અને કાર સાથે શખ્શને દબોચતી LCB પોલીસ

અટલ સમાચાર, ડેસ્ક

રાજસ્થાનમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવા અરવલ્લી-સાબરકાંઠાના માર્ગનો બુટલેગરો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલે એસઆરપી બંદોબસ્ત સાથે રેડ કરી ગાંભોઇ નજીકથી બે વાહનોમાંથી કુલ રૂ.3.54 લાખનો વિદેશી દારૂ ઝડપી પડતા સાબરકાંઠા પોલીસતંત્ર દોડતું થયું હતું. સાબરકાંઠા એલસીબી પોલીસ સતત વિદેશી દારૂનું વહન અટકાવવામાં સફળ રહેવા છતાં સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ થી પોલીસબેડામાં ચકચાર મચી છે.

સાબરકાંઠા એલસીબી પી.આઈ વી.આર ચાવડા અને તેમની ટીમે ટીંબા રોડ પરથી પસાર થતી કારમાંથી 52 હજારનો વિદેશી દારૂ ઝડપી પાડી એક શખ્શની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. અમદાવાદના જગતપુર વિસ્તારના કુખ્યાત બુટલેગર ભુરાભાઇ એ મંગાવેલ વિદેશી દારૂ ભરી પસાર થતી કારને અટકાવી કારમાંથી વિદેશી દારૂ બોટલ નંગ-80 કીં.52400/- નો જથ્થો જપ્ત કરી કરવામાં આવ્યો હતો.

રાકેશ નાનજી અસારીની ધરપકડ કરી કાર અને મોબાઈલ મળી કુલ રૂ.2,૦2,900/- નો મુદ્દામાલ જપ્ત કરી અમદાવાદના ભૂરા નામના બુટલેગર અને 1) મુકેશ લક્ષમણ અસોડા ,2)સુભાષ હીરા ડામોર,3)રણજિત મખનાજી ડામોર ,4)દેવીલાલ કલાલ (તમામ,રહે.રાજસ્થાન) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.