સાબરકાંઠા: જીલ્લા આરોગ્ય તંત્રની મથામણ વચ્ચે દર્દીઓની સંખ્યા કાબુમાં નથી

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) સાબરકાંઠા જીલ્લો ડેન્ગ્યુના ભરડામાં હોય તેમ દર્દીઓના આંકડામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધી સાબરકાંઠા જીલ્લામાં 75 થી વધુ ડેન્ગ્યુના કેસ અને ૪૫૦થી વધારે શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ નોંધાઇ ચુક્યા છે. આ સાથે સ્થાનિકોનો આક્ષેપ છે કે, હોસ્પિટલો પણ ઉંડાણવાળા વિસ્તારોમાં હોવાથી સાંજના સમયે મેડિકલ ઓફીસરો પણ ભાગ્યો જ જોવા
 
સાબરકાંઠા: જીલ્લા આરોગ્ય તંત્રની મથામણ વચ્ચે દર્દીઓની સંખ્યા કાબુમાં નથી

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

સાબરકાંઠા જીલ્લો ડેન્ગ્યુના ભરડામાં હોય તેમ દર્દીઓના આંકડામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધી સાબરકાંઠા જીલ્લામાં 75 થી વધુ ડેન્ગ્યુના કેસ અને ૪૫૦થી વધારે શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ નોંધાઇ ચુક્યા છે. આ સાથે સ્થાનિકોનો આક્ષેપ છે કે, હોસ્પિટલો પણ ઉંડાણવાળા વિસ્તારોમાં હોવાથી સાંજના સમયે મેડિકલ ઓફીસરો પણ ભાગ્યો જ જોવા મળતા હોય છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

સાબરકાંઠા જીલ્લામાં પણ ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. સ્થાનિકોની માંગ છે કે, મચ્છરજન્ય રોગો સામે લડવામાં આરોગ્ય વિભાગ દ્રારા દવાનો છંટકાવ તાત્કાલિક ધોરણે કરવામાં આવે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ પીએચસી સેન્ટરો ઉપર હાજર રહેતા ન હોવાની બુમરાડ વચ્ચે લોકો ત્રાહીમામ્ પોકારી ઉઠ્યા છે.

સુત્રઓ જણાવ્યુ હતુ કે, જો સાબરકાંઠા જીલ્લા કલેક્ટર જો અચાનક તપાસ કરે તો કેટલાય પીએચસી સેન્ટરોમાં ડોક્ટરોની ગેરહાજરી માલુમ પડશે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, રાત્રિ દરમ્યાન પીએચસી સેન્ટરોમાં ડોક્ટરોની ગેરહાજરીને લીધે તેમને ન છુટકે ખાનગી દવાખાનાનો સહારો લેવો પડે છે.