રક્ષણ@ડીસા: ટ્રકમાં ભરી કતલખાને જતાં ભૂલકાં જેવા 227 ઘેટાંબકરાં બચાવ્યાં

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) કોરોના મહામારી વચ્ચે ડીસા પોલીસે કતલખાને લઇ જવાતા ઘેટાંબકરાં ભરેલી ટ્રક ઝડપી પાડી છે. પેટ્રોલિંગ દરમ્યાન ટ્રકને રોકવાતાં ચાલકે ગફલતભર્યુ ડ્રાઇવિંગ કરી ટ્રક ભગાડી મુકી હતી. જેથી પોલીસે પીછો કરી ટ્રક ઝડપી પાડી તલાશી લેતા ચોંકી ગયા હતા. પોલીસને ટ્રકમાંથી 227 જેટલા નાના-મોટા ઘેટાંબકરાં મળી આવતાં તમામ જીવોને તાત્કાલિક ડીસા પાંજરાપોળમાં
 
રક્ષણ@ડીસા: ટ્રકમાં ભરી કતલખાને જતાં ભૂલકાં જેવા 227 ઘેટાંબકરાં બચાવ્યાં

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

કોરોના મહામારી વચ્ચે ડીસા પોલીસે કતલખાને લઇ જવાતા ઘેટાંબકરાં ભરેલી ટ્રક ઝડપી પાડી છે. પેટ્રોલિંગ દરમ્યાન ટ્રકને રોકવાતાં ચાલકે ગફલતભર્યુ ડ્રાઇવિંગ કરી ટ્રક ભગાડી મુકી હતી. જેથી પોલીસે પીછો કરી ટ્રક ઝડપી પાડી તલાશી લેતા ચોંકી ગયા હતા. પોલીસને ટ્રકમાંથી 227 જેટલા નાના-મોટા ઘેટાંબકરાં મળી આવતાં તમામ જીવોને તાત્કાલિક ડીસા પાંજરાપોળમાં મોકલી લઇ તેમના ખોરાકની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રક્ષણ@ડીસા: ટ્રકમાં ભરી કતલખાને જતાં ભૂલકાં જેવા 227 ઘેટાંબકરાં બચાવ્યાં

બનાસકાંઠા જીલ્લાના ડીસામાંથી ગઇકાલે પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન કતલખાને લઇ જવાતા પશુ ભરેલી ટ્રક ઝડપી છે. ડીસા દક્ષિણ પોલીસ શહેરના શુભમ પાર્ટી પાસે આવેલા જાહેર રસ્તા ઉપર વાહન ચેકીંગમાં હતી. આ દરમ્યાન
ગવાડીથી નંદાસણ જતી ટ્રક આવતાં તેને રોકવાનો ઇશારો કર્યો હતો. જોકે ચાલકે અન્યને નુકશાન થાય તે રીતે ગફલતભર્યુ ડ્રાઇવિંગ કરી ત્યાંથી ટ્રક ભગાડી મુકી હતી. જેને લઇ પોલીસે પીછો કરી ટ્રકને ઝડપી પાડી તલાશી લીધી હતી.

રક્ષણ@ડીસા: ટ્રકમાં ભરી કતલખાને જતાં ભૂલકાં જેવા 227 ઘેટાંબકરાં બચાવ્યાં

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પોલીસને ટ્રકમાંથી ઘેટાંબકરાં નંગ-227, કિ.રૂ.1,37,600 તથા ટ્રકની કિં.રૂ.8,00,000 મળી કુલ કિ.રૂ. 9,37,600નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ તરફ પોલીસે ઘેટાબકરાઓને તાત્કાલિક ડીસાના રાજપુર ખાતેના પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા છે. તેમજ તેમના ખોરાકની વ્યવસ્થા કરી છે. કાર્યવાહી દરમ્યાન પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી તેમની સામે આઇપીસીની કલમ 279 , મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 અને પશુઓ પ્રત્યેનો ઘાતીયપણુ અટકાવાનો અધિનિયમની કલમ 11(1)(d),11(1)e,11(1)(g),11(1)(k) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ રહ્યા આરોપીઓના નામ:

  • અજરૂદ્દિન ચાંદભાઇ પીંઠારા, રહે.પીંઠારાવાસ, ચાંદણસણ, તા.સિધ્ધપુર, જી.પાટણ
  • ઇમરાનભાઇ મુસ્તુફાભાઇ ખુદાબક્સ શેખ, રહે. મહમદપુરા ગવાડી, ડીસા
  • ફકીરમહંમદ નુરમહંમદ પીંઠારા(શેખ), રહે. ચાંદેણસર,તા. સિધ્ધપુર, જી. પાટણ