સમાજ@મહેસાણા: યુવા રાજપુત મહિલા પાંખની બેઠકમાં હોદ્દેદારોની નિયુક્તિ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણાની સહારા હોટલમાં જીલ્લા યુવા રાજપુત સમાજ મહિલા પાંખની મીટીંગ મળી હતી. જેમાં જીલ્લા યુવા રાજપૂત સમાજ મહિલા પાંખના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હથી. આ પ્રંસગે મોટી સંખ્યામાં રાજપુત મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહિલાઓએ સાથે મળીને સમાજના કુરિવાજો અને દુષણોને દૂર કરી સમાજને પ્રગતિના પંથે લઇ જવા અને એકતા
 
સમાજ@મહેસાણા: યુવા રાજપુત મહિલા પાંખની બેઠકમાં હોદ્દેદારોની નિયુક્તિ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણાની સહારા હોટલમાં જીલ્લા યુવા રાજપુત સમાજ મહિલા પાંખની મીટીંગ મળી હતી. જેમાં જીલ્લા યુવા રાજપૂત સમાજ મહિલા પાંખના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હથી. આ પ્રંસગે મોટી સંખ્યામાં રાજપુત મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહિલાઓએ સાથે મળીને સમાજના કુરિવાજો અને દુષણોને દૂર કરી સમાજને પ્રગતિના પંથે લઇ જવા અને એકતા સ્થાપવામાં સહભાગી થવા સુર પુરાવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સમાજ@મહેસાણા: યુવા રાજપુત મહિલા પાંખની બેઠકમાં હોદ્દેદારોની નિયુક્તિ

મહેસાણા શહેરમાં જીલ્લા યુવા રાજપુત સમાજની મહિલાઓની મીટીંગ મળી હતી. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, સહમંત્રી અને કારોબારી સભ્યોને નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ સોથ પ્રમુખ તરીકે વિણાબા ઝાલા (બામરોલી) ઉપપ્રમુખ તરીકે જનકબા ઝાલા(ભેંસાણા) અને કૈલાસબા વાઘેલા(જમનાપુર)ની વરણી કરવામાં આવી હતી.

સમાજ@મહેસાણા: યુવા રાજપુત મહિલા પાંખની બેઠકમાં હોદ્દેદારોની નિયુક્તિ

આ સાથે મહામંત્રી તરીકે હંસાબા સોલંકી (કંબોઇ), પ્રવિણાબા ચાવડા(ભેંસાણા), મંત્રી તરીકે, રમીલાબા વાઘેલા(પાલોદર), રીયાબા સરવૈયા(પાલીતાણા), સહમંત્રી ચેતનાબા જાડેજા(પાલોદર) કારોબારી સભ્ય તરીકે કાશ્મીરાબા ડાભી, પરમાર નિશાબા(વસાઇ), હીનાબા જાડેજા(પાલોદર) , ચાવડા પ્રિયંકાબા (કમાણા), વાઘેલા મનિષાબા(જમનાપુર), ચાવડા હેમાકુંવરબા(વરસોડા), વાઘેલા અમરબા(પાલોદર) સોલંકી દક્ષાબા (કંબોઇ), સોલંકી શીત્તલબા (કનાડ) ડાભી જયોત્સાબા (ડાંગરવા) અને સોલંકી પુજાબા (ગોવના)ની વરણી કરવામાં આવી હતી.