સાણંદ: 22 મે થી અશ્પૃશયતા નાબૂદી મુદ્દે અભિયાનનો પ્રારંભ: જીજ્ઞેશ મેવાણી

અટલ સમાચાર,અમદાવાદ સાણંદ ખાતે આવેલા દલિત શક્તિ કેન્દ્ર ખાતે દલિત સમુદાયનું સંમેલન યોજાયું હતુ. સંમેલનમાં દલિત નેતા જીગ્નેશ મેવાણી, દલિત શકિત કેન્દ્રનાં સ્થાપક માર્ટીન મેકવાન અને દલિત અગ્રણીઓ હાજરી આપી હતી. તેમજ રાજ્યભરના અશ્પૃશયતા સામનો કરી રહેલા દલિતો પણ હાજરી આપી હતી. રાજ્યમાં બનેલ વરઘોડા ઘટનાને રોકવાના પાંચ બનાવ સામે આવ્યાં છે. આ પ્રકારની ઘટનાને
 
સાણંદ: 22 મે થી અશ્પૃશયતા નાબૂદી મુદ્દે અભિયાનનો પ્રારંભ: જીજ્ઞેશ મેવાણી

અટલ સમાચાર,અમદાવાદ

સાણંદ ખાતે આવેલા દલિત શક્તિ કેન્દ્ર ખાતે દલિત સમુદાયનું સંમેલન યોજાયું હતુ. સંમેલનમાં દલિત નેતા જીગ્નેશ મેવાણી, દલિત શકિત કેન્દ્રનાં સ્થાપક માર્ટીન મેકવાન અને દલિત અગ્રણીઓ હાજરી આપી હતી. તેમજ રાજ્યભરના અશ્પૃશયતા સામનો કરી રહેલા દલિતો પણ હાજરી આપી હતી. રાજ્યમાં બનેલ વરઘોડા ઘટનાને રોકવાના પાંચ બનાવ સામે આવ્યાં છે. આ પ્રકારની ઘટનાને દલિત શકિત કેન્દ્રનાં સ્થાપક માર્ટિન મેકવાને બે સમુદાય સામેની અશ્પૃશયતા ગણાવી હતી.

વડગામનાં ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીનું કહ્યુ કે, આજનું સંમેલન મુખ્ય આશય રાજ્યમાં વધી રહેલી અશ્પૃશયતા નાબૂદ કરવાં માટેની વિચારણા માટેની છે. સાથે સાથે સંમેલનમા માધ્યમથી અશ્પૃશયતા નાબૂદ અભિયાનની જાહેરાત કરી હતી. આ પ્રકારનું અશ્પૃશયતા નાબૂદ અભિયાન કડીના લહૉર ગામથી 22 મેનાં રોજ દલિત સમુદાય દ્વારા કેમ્પીયન શરૂઆત કરવામાં આવશે. સાથે સાથે સંમેલન વાત કરતાં કહ્યું કે, આજે ગુજરાતનાં 1590 જેટલા ગામોમાં 96 પ્રકારની અશ્પરૂશયતાં આજે પણ અકબંધ છે. જે દલિત સમુદાય નાબૂદ થાય તે દિશામા આગામી કાર્યક્રમો વાત કરી હતી.

સાણંદ ખાતે યોજાયેલા સંમેલનમાં દલિતો પ્રત્યેની અશ્પૃશયતા નાબૂદ અભિયાન ઠરાવ કરવામાં આવ્યો. રાજયભરમાં સોશિયલ મીડિયા મેનસ્ટ્રીમ મીડિયા દ્વારા જન જાગૃતિ સાથે અહિંસક અશ્પૃશયતા નાબૂદ અભિયાન કરવાનું આહ્વાન કર્યુ છે. ત્યારે રાજ્યના 1590 ગામો જોવા અશ્પૃશયતા દાવો કર્યો છે. તેમજ વિધાનસભા ચોમાસા સત્રમાં વરઘોડા પ્રશ્ન સાથે સાથે અશ્પૃશયતા નાબૂદ મુદા ઉઠાવવાની વાત સંમેલનમા મુકી હતી. જો કે અગાઉ અશપૃશયતા મુદે વિધાન સભા પ્રશ્ન પૂછતાં ભાજપમાં અનામત બેઠક પર ચૂંટાયેલા ધારાસભ્યો મૌન સેવ્યું વાત પણ સંમેલનમાં મુકી હતી.

કડીના લ્હોર ગામમાં અનુસૂચિત જાતિના લોકો દ્વારા આભડછેટના બેસણાનું આયોજન કરવામાં આવ્યુ છે, અનુસૂચિત સમાજ દ્વારા જાહેર આમંત્રણ આપતો એક ઓડિયો પણ તૈયાર કરવામાં આવ્યો છે. આગામી 22મે એ બપોરે 12 વાગ્યે લ્હોર ગામમાં બેસણુ યોજાશે.