આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લાના સાંતલપુરમાં જીઆઇડીસી સ્થાપવાની ફાઈલ અટકી જતા સ્થાનિકો લાલઘૂમ બન્યા છે. રાજ્ય સરકારને કરેલી અનેકવારની રજૂઆત કામે નહીં લાગતા વાઈબ્રન્ટમાં રજૂઆત કરવાનો કાર્યક્રમ ઘડી લેવાયો છે. ઉદ્યોગના મેળાવડામાં સરકારને જાણે ઉઘાડી પાડવાની તૈયારી થઈ છે. સ્થાનિકોએ રૂપાણી સરકારને માત્ર રાજકોટ દેખાય છે તેવો આક્ષેપ કર્યો છે.

સાંતલપુર-રાધનપુર તાલુકામાં સૌથી મોટી જીઆઇડીસી સ્થાપવાની ફાઈલ વર્ષ ૨૦૦૮થી ૨૦૧૩ દરમિયાન ચાલી હતી. જમીન સંપાદન સહિતની મોટાભાગની કામગીરી પૂર્ણ કર્યા બાદ કેન્દ્રમાં સંપાદન કાયદામાં ફેરફાર આવતા ફાઈલ અટકી ગઈ હતી. જેથી સ્થાનિક નાગરિકો દ્વારા રાજ્ય સરકાર સુધી અનેકવાર રજૂઆત કરી હતી. જેમાં કોઈ નિર્ણય નહીં આવતા આગામી ૧૮મીએ યોજાનાર વાઇબ્રન્ટ સમિટમાં રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે્. સ્થાનિક સામાજિક કાર્યકર સુધીર ઠક્કરે જણાવ્યું હતું કે વિસ્તારમાં ૫૩૦૦ હેક્ટરની જીઆઇડીસીથી રોજગારી વિપુલ પ્રમાણમાં પેદા થાય તેમ છે. સાંતલપુર વિસ્તારની જાણે કાયાપલટ થઇ જાય તેમ છે. જોકે રુપાણીને માત્ર રાજકોટ જિલ્લા સિવાય કંઈ દેખાતું નથી. આથી 25થી વધુ ગાડીઓ સાથે વાઈબ્રન્ટમાં ઉપસ્થિત રહેનાર ઉદ્યોગકારોની હાજરીમાં રજૂઆત થશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code