સપાટો@રાધનપુર: SOGની મોટી કાર્યવાહી, ખેતરમાં વાવેતર કરેલ 61 કીલો ગાંજા સાથે ઇસમ ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, પ્રિયકાન્ત શ્રીમાળી કોરોનાકાળ વચ્ચે રાધનપુર પંથકમાં SOGની ટીમે મોટી કાર્યવાહી કરી ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યુ છે. ચોક્કસ બાતમી આધારે SOGની ટીમે ગામના ખેતરમાં પંચો સાથે રાખી રેઇડ કરી હતી. જેમાં ખેતરમાં એરંડાની આડમાં ગેરકાયદેસર અને બિનઅધિકૃત રીતે વનસ્પતિજન્ય ગાંજાના છોડનું વાવેતર કરર્યુ હોવાનું ખુલ્યુ હતુ. SOGએ સ્થળ પરથી 61 કીલો
 
સપાટો@રાધનપુર: SOGની મોટી કાર્યવાહી, ખેતરમાં વાવેતર કરેલ 61 કીલો ગાંજા સાથે ઇસમ ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, પ્રિયકાન્ત શ્રીમાળી

કોરોનાકાળ વચ્ચે રાધનપુર પંથકમાં SOGની ટીમે મોટી કાર્યવાહી કરી ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યુ છે. ચોક્કસ બાતમી આધારે SOGની ટીમે ગામના ખેતરમાં પંચો સાથે રાખી રેઇડ કરી હતી. જેમાં ખેતરમાં એરંડાની આડમાં ગેરકાયદેસર અને બિનઅધિકૃત રીતે વનસ્પતિજન્ય ગાંજાના છોડનું વાવેતર કરર્યુ હોવાનું ખુલ્યુ હતુ. SOGએ સ્થળ પરથી 61 કીલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે એક ઇસમને ઝડપી રાધનપુર પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રેન્જ આઇજી જે.આર.મોથાલિયા અને પાટણ SP અક્ષયરાજે જીલ્લામાં પ્રોહિબિશન અને નાર્કોટીક્સ લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને પાટણ SOG PI આર.કે.અમીનના માર્ગદર્શન હેઠળ PSI વી.આર.ચૌધરી, ASI લાલસિંહ, બળવંતસિંહ, સોમજીભાઇ, મોહનભાઇ, AHC વિષ્ણુજી, જાલુભા, AHC અબ્બાસખાન સહિતનો સ્ટાફ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન SOGને બાતમી મળી હતી કે, રાધનપુરના ધરવડી ગામે ઠાકોર દિનેશભાઇ વેરસીભાઇએ પોતાના ખેતરમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરેલ છે.

સપાટો@રાધનપુર: SOGની મોટી કાર્યવાહી, ખેતરમાં વાવેતર કરેલ 61 કીલો ગાંજા સાથે ઇસમ ઝબ્બે

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ચોક્કસ બાતમી હોઇ SOG ટીમે પંચો સાથે રાખી રેઇડ કરી હતી. આ દરમ્યાન દિનેશભાઇ ઠાકોરના ખેતરમાં એરંડાની આડમાં વચ્ચે ગેરકાયદેસર અને બિનઅધિકૃત વનસ્પતિજન્ય ગાંજાના છોડોનું વાવેતર કરેલ હતુ. જેથી SOGએ ગાંજાના છોડ નંગ-56, કુલ વજન 61.300 (61 કિલો 300 ગ્રામ) કિ.રૂ.6,13,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે આરોપી ઇસમ સામે રાધનપુર પોલીસ મથકે નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ કલમ 8(c), 20(B)iiC, 22(C) મુજબ ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

આરોપીનું નામ

  • દિનેશભાઇ વેરશીભાઇ ઠાકોર, ગામ-ધરવડી, તા.રાધનપુર, જી.પાટણ