સપાટો@વિસનગર: LCBએ કોમ્પ્યુટરમાં બનાવટી આધારકાર્ડ બનાવતાં ઇસમને ઝડપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) વિસનગરમાં બનાવટી આધારકાર્ડ બનાવતાં ઇસમને LCBએ ઝડપી પાડ્યો છે. મહેસાણા LCBને બાતમી મળી હતી કે, વિસનગરમાં એક ઇસમ પોતાની દુકાનમાં ફોટોશોપની મદદથી આધારકાર્ડ સહિતના બનાવટી દસ્તાવેજ બનાવે છે. જેને લઇ ટીમે તપાસ કરવા જઇ દુકાન બહાર વોચ ગોઠવી ફરીયાદીને દુકાનમાં કાર્ડ કઢાવવા મોકલ્યો હતો. જે બાદમાં આરોપી ઇસમે
 
સપાટો@વિસનગર: LCBએ કોમ્પ્યુટરમાં બનાવટી આધારકાર્ડ બનાવતાં ઇસમને ઝડપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

વિસનગરમાં બનાવટી આધારકાર્ડ બનાવતાં ઇસમને LCBએ ઝડપી પાડ્યો છે. મહેસાણા LCBને બાતમી મળી હતી કે, વિસનગરમાં એક ઇસમ પોતાની દુકાનમાં ફોટોશોપની મદદથી આધારકાર્ડ સહિતના બનાવટી દસ્તાવેજ બનાવે છે. જેને લઇ ટીમે તપાસ કરવા જઇ દુકાન બહાર વોચ ગોઠવી ફરીયાદીને દુકાનમાં કાર્ડ કઢાવવા મોકલ્યો હતો. જે બાદમાં આરોપી ઇસમે અડધો કલાકમાં બનાવટી કાર્ડ બનાવી આપતાં LCBએ તેને ઝડપી પાડ્યો હતો. તેની દુકાનમાંથી આધારકાર્ડ સહીત સરેરાશ 54 હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI બી.એચ.રાઠોડના માર્ગદર્શન હેઠળ PSI એસ.બી.ઝાલા, AHC શૈલેષકુમાર, UASI રત્નાભાઇ, UHC અરવિંદકુમાર, નિલેશકુમાર, UPC વિષ્ણુભાઇ સહિતના સ્ટાફે વિસનગરમાં નકલી આધારકાર્ડ બનાવતાં દુકાનમાં તપાસ કરી હતી. જેમાં ફરીયાદી શૈલેષકુમારને દુકાનમાં બનાવટી આધારકાર્ડ બનાવવાં મોકલતાં આરોપીએ રૂ.1,000માં બનાવટી આધારકાર્ડ બનાવી આપ્યુ હતુ.

સપાટો@વિસનગર: LCBએ કોમ્પ્યુટરમાં બનાવટી આધારકાર્ડ બનાવતાં ઇસમને ઝડપ્યો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આરોપી આધારકાર્ડ જેવા કિંમતી દસ્તાવેજનું મહેનતાણું લેવાના હેતુથી કોમ્પ્યુટરમાં બનાવટી કાર્ડ બનાવતો હતો. જેથી LCBની ટીમે કાર્યવાહી કરી ઇસમને ઝડપી પાડ્યો છે. LCBએ આરોપી પાસેથી મોબાઇલ ફોન કિ.રૂ.5,000, રોકડ રકમ રૂ.1610, એલઇડી ટીવી કિ.રૂ.15,000, સીપીયુ કિ.રૂ.,8,000, વાઇફાઇ કિ.રૂ.3500, કીબોર્ડ-માઉસ કિ.રૂ.1000, પ્રિન્ટર કિ.રૂ.20,000 મળી કુલ કિ.રૂ.54,230નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે આરોપી ઇસમ સામે વિસનગર શહેર પોલીસ મથકે આઇપીસી કલમ 465, 468, 471 અને આઇટી એક્ટની કલમ 65, 66(c), 66(d) મુજબ ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

આરોપીનું નામ

  • સાજીદખાન મીસરીખાન સિપાઇ, રહે-રાલીસણા, તા.વિસનગર, જી.મહેસાણા