સપાટો@અરવલ્લી: અલગ-અલગ જગ્યાએથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે 2 ઇસમો ઝડપાયાં

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા ઉત્તરાયણ પહેલાં અરવલ્લી SOG અને મેઘરજ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે. SOGની ટીમે મોડાસા શહેરમાંથી ચાઇનીઝ દોરીની ફીરકીઓ નંગ-110 સાથે એક ઇસમને ઝડપ્યો છે. આ સાથે મેઘરજ પોલીસની ટીમે પણ ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-20 સાથે એક ઇસમને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
સપાટો@અરવલ્લી: અલગ-અલગ જગ્યાએથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે 2 ઇસમો ઝડપાયાં

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

ઉત્તરાયણ પહેલાં અરવલ્લી SOG અને મેઘરજ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે. SOGની ટીમે મોડાસા શહેરમાંથી ચાઇનીઝ દોરીની ફીરકીઓ નંગ-110 સાથે એક ઇસમને ઝડપ્યો છે. આ સાથે મેઘરજ પોલીસની ટીમે પણ ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-20 સાથે એક ઇસમને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે ઉત્તરાયણ પર્વને લઇ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતાં ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપેલ છે. જેને લઇ SOGના ઇન્ચાર્જ PI આર.કે.પરમાર, AHC કલ્પેશસિંહ, કિરિટભાઇ, APC સિધ્ધરાજસિંહ, ધરમેન્દ્રસિંહ અને ધવલકુમાર સહિતનો સ્ટાફ મોડાસા ટાઉનમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન હંગામી પતંગના સ્ટોલ પર તપાસ કરતાં ચાઇનીઝ દોરીની ફીરકીઓ નંગ-110 કિ.રૂ.33,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી ટીમે સ્ટોલના માલિક સંજયકુમાર રજાજી ચૌહાણ, રહે.સાયરા, તા.મોડાસાની વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સપાટો@અરવલ્લી: અલગ-અલગ જગ્યાએથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે 2 ઇસમો ઝડપાયાં

આ તરફ મેઘરજ પોલીસ મથકના PSI એન.એમ.સોલંકી પણ પોતાની ટીમ સામે ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમ્યાન પી.સી.એન હાઇસ્કુલની સામે આવેલા અપુર્વા નોવેલ્ટી નામની દુકાનમાં ચાઇનીઝ દોરી રાખી વેચાણ કરતાં શ્યામસિંહ રાજપુરોહિતને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ફિરકી નંગ-20, કિ.રૂ.6,700નો મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.