સપાટો@કડી: મધરાત્રે પોલીસે મીઠું ભરેલ ટ્રકમાંથી અધધધ…10 લાખનો દારૂ ઝડપ્યો, 3 વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, કડી કડી-કલ્યાણપુરા હાઇવે પરથી બાવલુ પોલીસે લાખોનો દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. બાવલુ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોઇ મધરાત્રે કડી-કલ્યાપુરા હાઇવે પર ચોક્કસ બાતમી આધારે ટ્રક રોકાવી હતી. ટ્રકમાં તપાસ કરતાં મીઠાની પ્લાસ્ટીકની થેલીઓની આડમાં લઇ જવાતો 10 લાખથી વધુનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ સાથે 2
 
સપાટો@કડી: મધરાત્રે પોલીસે મીઠું ભરેલ ટ્રકમાંથી અધધધ…10 લાખનો દારૂ ઝડપ્યો, 3 વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, કડી

કડી-કલ્યાણપુરા હાઇવે પરથી બાવલુ પોલીસે લાખોનો દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. બાવલુ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોઇ મધરાત્રે કડી-કલ્યાપુરા હાઇવે પર ચોક્કસ બાતમી આધારે ટ્રક રોકાવી હતી. ટ્રકમાં તપાસ કરતાં મીઠાની પ્લાસ્ટીકની થેલીઓની આડમાં લઇ જવાતો 10 લાખથી વધુનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ સાથે 2 ઇસમોને ઝડપી પાડી ટ્રક સહિત 17 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ તરફ દારૂ સાથે પકડાયેલ 2 ઇસમો સહિત કુલ 3 વિરૂધ્ધ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે જીલ્લામાં પ્રોહીબિશન લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને બાવલુ PSI આંનદકુમાર દેસાઇની ટીમ મધરાત્રે પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે કડી-કલ્યાપુરા હાઇવે પર ઇશ્વરપુરાના પાટીયા પાસે રાજસ્થાન પાર્સિંગની ટ્રકને રોકાવી હતી. જે બાદમાં તપાસ કરતાં મીઠાની પ્લાસ્ટીકની થેલીઓની આડમાં વિદેશી દારૂ મળી આવતાં ટ્રક સહિત ઇસમોને પોલીસ મથકે લવાયા હતા. જ્યાં લાઇટના અજવાળે દારૂ અને બિયરના ટીન સહિતનું મળી કુલ 17 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

સપાટો@કડી: મધરાત્રે પોલીસે મીઠું ભરેલ ટ્રકમાંથી અધધધ…10 લાખનો દારૂ ઝડપ્યો, 3 વિરૂધ્ધ FIR

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બાવલુ PSI આનંદકુમાર દેસાઇની ટીમ મધરાત્રે હાઇવે પરથી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડતાં હડકંપ મચી ગયો છે. બાવલુ પોલીસે ટ્રકમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ-3264, કિં.રૂ.9,59,208 અને બિયરના ટીન-888 કિ.રૂ.1,06,560 મળી કુલ કિ.રૂ.10,65,768 નો દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે ટ્રકની કિ.રૂ.7,00,000, મીઠાના કટ્ટા નંગ-90 કિ.રૂ.9,000, મોબાઇલ નંગ-2 કિ.રૂ.7,000 રોકડ રકમ રૂ.1,000 મળી કુલ કિ.રૂ.17,83,868 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જાનુખાન, ઇદેખાન અને ખેતુસિંહ વિરૂધ્ધ બાવલુ પોલીસ મથકે પ્રોહી એક્ટની કલમ 65(A)(E), 116-B, 98(2), 81 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો