સપાટો@વિસનગર: પાર્લરમાં પોલીસની રેઇડ, કારમાંથી દારૂની 274 બોટલ મળી, ઇસમ ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, વિસનગર વિસનગર શહેરની એક દુકાનમાં અને કારમાં વિદેશી દારૂ વેચતો ઇસમ ઝડપાયો છે. વિસનગર શહેર પોલીસની ટીમે ચોક્કસ બાતમી આધારે કાંસાના બીજા બસ સ્ટેન્ડ પાસેના પાર્લરમાં રેઇડ કરી હતી. જોકે પાર્લરમાંથી પ્રોહિબિશન લગતી કોઇ સામગ્રી નહીં મળતાં કારની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. કાર્યવાહી દરમ્યાન પોલીસે ઇસમની
 
સપાટો@વિસનગર: પાર્લરમાં પોલીસની રેઇડ, કારમાંથી દારૂની 274 બોટલ મળી, ઇસમ ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, વિસનગર

વિસનગર શહેરની એક દુકાનમાં અને કારમાં વિદેશી દારૂ વેચતો ઇસમ ઝડપાયો છે. વિસનગર શહેર પોલીસની ટીમે ચોક્કસ બાતમી આધારે કાંસાના બીજા બસ સ્ટેન્ડ પાસેના પાર્લરમાં રેઇડ કરી હતી. જોકે પાર્લરમાંથી પ્રોહિબિશન લગતી કોઇ સામગ્રી નહીં મળતાં કારની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. કાર્યવાહી દરમ્યાન પોલીસે ઇસમની કારમાંથી વિદેશી દારૂ સહિત કુલ કિ.રૂ.1,80,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે જીલ્લામાં પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને વિસનગર શહેર PI જી.એસ.પટેલ, PSI કે.બી.ખાંટ અને યુ.ઓ.ત્રિવેદી સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન સાંજના સમયે ચોક્કસ બાતમી મળી હતી કે, કાંસા ગામના બીજા બસસ્ટેન્ડ ખાતે ગજાનંદ પાર્લરમાં અને અલ્ટો ગાડીમાં પંચાલ ઉમંગકુમાર મુકેશભાઇ નામનો ઇસમ વિદેશી દારૂ રાખી વેપાર કરે છે. જેથી ચોક્કસ બાતમી હોઇ પંચો સાથે રાખી પાર્લરમાં રેઇડ કરી હતી.

સપાટો@વિસનગર: પાર્લરમાં પોલીસની રેઇડ, કારમાંથી દારૂની 274 બોટલ મળી, ઇસમ ઝબ્બે

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાર્લરમાં રેઇડ દરમ્યાન પ્રોહિબિશન લગત કોઇ વસ્તુ નહીં મળતાં બહાર ઉભેલી કારની તલાશી લીધી હતી. જેમાં પોલીસે કારમાંથી વિદેશી દારૂની બોટલો નંગ-274 કિ.રૂ.75,800ની ઝડપી પાડી હતી. આ સાથે કારની કિ.રૂ.1,00,000, મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂ.5,000, મળી કુલ કિ.રૂ.1,80,800નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે ઇસમ સામે વિસનગર શહેર પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 98(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.