સપાટો@કડી: SOGએ વરલી મટકાનો જુગાર રમતાં 2 ઇસમને ઝડપ્યાં, 3 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) કડી તાલુકાના ગામે મહેસાણા SOGની ટીમે વરલી મટકાનો જુગાર રમતાં 2 ઇસમને ઝડપી પાડ્યા છે. મહેસાણા SOGની ટીમ ગઇકાલે ATS ચાર્ટર લગત બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, એક ઇસમ ડરણ ચાર રસ્તા પાસે ટાયર પંચરની દુકાને વરલી મટકાનો જુગાર રમાડી
 
સપાટો@કડી: SOGએ વરલી મટકાનો જુગાર રમતાં 2 ઇસમને ઝડપ્યાં, 3 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) 

કડી તાલુકાના ગામે મહેસાણા SOGની ટીમે વરલી મટકાનો જુગાર રમતાં 2 ઇસમને ઝડપી પાડ્યા છે. મહેસાણા SOGની ટીમ ગઇકાલે ATS ચાર્ટર લગત બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, એક ઇસમ ડરણ ચાર રસ્તા પાસે ટાયર પંચરની દુકાને વરલી મટકાનો જુગાર રમાડી રહ્યો છે. જેથી રેઇડ કરી ઇસમને ઝડપી પાડી અન્ય ઇસમના ઘરે પણ રેઇડ કરી 2 ઇસમને ઝડપી પાડ્યા હતા. આ સાથે અન્ય એક ઇસમ ફરાર હોઇ તેને શોધવા પણ કવાયત હાથ ધરી છે. SOGએ ત્રણેય સામે બાવલુ પોલીસ મથકે જુગાર અટકાયતી કલમ મુજબ ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે જીલ્લામાં પ્રોહિબિશન અને જુગાર લગત કડક કાર્યવાહી કરવાના આદેશ આપેલ છે. આ તરફ ATS ચાર્ટર લગત SOGના ઇ.PIની ટીમ બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. જ્યાં ચોક્કસ બાતમી આધારે ડરણ ગામના ચાર રસ્તા પર આવેલ મહાકાલી ટાયર પંચરની દુકાનમાં રેઇડ કરી હતી. જ્યાં ભદ્રેશ પટેલ ડરણવાળો વરલી મટકાના આંક-ફરકના આંકડા મોબાઇલ ફોન પર લઇ સિપાઇ શેરખાન નદાણ વાળાને આપતો હતો. જેને લઇ SOGએ નદાણ ગામે જઇને સિપાઇ શેરખાનને પણ ઝડપી પાડ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, SOGની ટીમે ચોક્કસ બાતમી આધારે વરલી મટકાનો જુગાર રમતાં ઇસમોને ઝડપી પાડ્યા છે. ગઇકાલે સાંજના સમયે ડરણ ગામેથી પટેલ ભદ્રેશને પકડી તેને સાથે રાખી નદાણ ગામે સિપાઇ શેરખાનના ઘરે પહોંચ્યાં હતા. જ્યાં ડાયરીમાં બી લખેલ હોઇ પુછતાં તે ભીખાભાઇ પ્રહલાદભાઇ સેનમા(ડરણ) અને હાલ તે ધરમપુર ભાલ્ઠી પ્રાથમિક શાળામાં શિક્ષક હોવાનું ખુલ્યુ હતુ. જોકે ભીખાભાઇ સ્થળ પર મળી ન આવતાં બંને ઇસમને ઝડપી પાડ્યા છે. આ સાથે સ્થળ પરથી રોકડ રકમ રૂ.13,650, મોબાઇલ ફોન નંગ-4 કિ.રૂ.42,500 મળી કુલ કિ.રૂ.56,150નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. SOGએ ત્રણેય સામે બાવલુ પોલીસ મથકે જુગારધારાની કલમ 12A મુજબ ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

SOGની ટીમે વરલી-મટકાનો જુગાર રમતાં ઇસમોને ઝડપ્યાં

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલની સુચનાથી SOGના ઇન્ચાર્જ PI એ.એમ.વાળા, ASI મનોહરસિંહ, જહીરખાન, APC જવાનસિંહ સહિતની ટીમે વરલી મટકાનો જુગાર રમતાં ઇસમોને ઝડપી પાડ્યા છે.