સરસ્વતીઃ કોરોના વાયરસને લઇ અઘાર ગામે શિક્ષકો દ્રારા માસ્ક વિતરણ

અટલ સમાચાર, સરસ્વતી સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસના ભયના ઓથાર હેઠળ આવી ગયું છે ત્યારે ‘સાવચેતી એજ સલામતી’ આ સૂત્રને સાર્થક કરી રહ્યા છે. સરસ્વતી તાલુકાના અઘાર સી.આર.સી.કો-ઓર્ડીનેટર નિલેશ શ્રીમાળીએ સ્થાનિક શિક્ષકો મકવાણા મીનાબેન તથા પટેલ અરવિંદભાઈની સાથે અઘાર ગામના ઓઢવપુરા વિસ્તારમાં ડોર ટુ ડોર જઇ ગ્રામજનોને જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કોરોના વાયરસને લઇ
 
સરસ્વતીઃ કોરોના વાયરસને લઇ અઘાર ગામે શિક્ષકો દ્રારા માસ્ક વિતરણ

અટલ સમાચાર, સરસ્વતી

સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસના ભયના ઓથાર હેઠળ આવી ગયું છે ત્યારે ‘સાવચેતી એજ સલામતી’ આ સૂત્રને સાર્થક કરી રહ્યા છે. સરસ્વતી તાલુકાના અઘાર સી.આર.સી.કો-ઓર્ડીનેટર નિલેશ શ્રીમાળીએ સ્થાનિક શિક્ષકો મકવાણા મીનાબેન તથા પટેલ અરવિંદભાઈની સાથે અઘાર ગામના ઓઢવપુરા વિસ્તારમાં ડોર ટુ ડોર જઇ ગ્રામજનોને જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કોરોના વાયરસને લઇ અઘાર ગામે શિક્ષકો દ્રારા માસ્ક વિતરણ કરવામાં આવ્યુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના અગાર ગામે માસ્ક વિતરણ, સેનીટાઇઝર અને હેન્ડવોશ ડેમોસ્ટ્રેશન, તથા જનતા કર્ફ્યુની મહત્વતા વિશે સમજાવવામાં આવ્યું હતુ. ખાસ કરીને સ્વચ્છતા, વારંવાર હાથ ધોવા, વારંવાર સાબુથી હાથ ધોઈ સેનીટાઇઝરનો ઉપયોગ કરવો, મોં પર રૂમાલ કે માસ્કનો ઉપયોગ કરવો, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું, જાહેરમા થુંકવું નહીં, અફવાઓ ફેલાવવી નહિ, તથા સરકાર દ્વારા અને આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું.

સરસ્વતીઃ કોરોના વાયરસને લઇ અઘાર ગામે શિક્ષકો દ્રારા માસ્ક વિતરણ

શરદી, ખાંસી કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો તાત્કાલિક ડોક્ટરને બતાવવું વગેરે બાબતોની સમજણ આપવામાં આવી હતી. આમ ગ્રામજનોમાં કોરોના વાયરસ અંતર્ગત ભય ફેલાય નહીં તથા લોકજાગૃતિ આવે તે માટે સુંદર પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મોદીએ કોરાના વાયરસ “મહામારી” માટેના દેશ વ્યાપી જનજાગૃતિ અભિયાનને દેશના ખૂણે ખૂણે પહોંચાડવા માટે તારીખ 22/3/2020 ને રવિવારના રોજ” જનતા કફ્યુ” માટે અપીલ કરેલ છે. જે સવારે 7 કલાકથી રાત્રીના 9 કલાક સુધી આપણે સૌ સ્વયં આપણા સ્નેહીજનો સાથે ઘરમાં રહીએ, તદઉપરાંત સાંજે 5 કલાકે ચપટી, તાળી અને થાળી વગાડી કોરોના વાયરસને ભગાડવામાં જોડાયેલા સેવા કર્મીઓની સેવાને પ્રોત્સાહિત કરીએ. આપણે સૌ ઉપરોક્ત બાબતે કટિબધ્ધ બનીએ અને તેનું પાલન કરીએ.