‘સસુરાલ સિમર કા’ ફેમ આશીષ રોયનું , બંને કિડની ફેલ થતાં નિધન

અટલ સમાચાર, ડેસ્ક ટીવી ઇન્ડસ્ટ્રીનાં જાણીતા એક્ટર આશીષ રોયનું આજે નિધન થઇ ગયું છે. સસુરાલ સિમર કા, બનેગી અપની બાત, બ્યોમકેશ બક્શી, યસ બોસ, બા બહૂ ઔર બેબી, મેરે આંગન મે, કુછ રંગ પ્યાર કે એસે ભી અને આરંભ જેવી ડઝન ટીવી શોમાં કામ કરી ચૂકેલાં એક્ટર આશીષ રોય ગત લાંબા સમયથી બીમાર હતાં.. જાણકારી
 
‘સસુરાલ સિમર કા’ ફેમ આશીષ રોયનું , બંને કિડની ફેલ થતાં નિધન

અટલ સમાચાર, ડેસ્ક

ટીવી ઇન્ડસ્ટ્રીનાં જાણીતા એક્ટર આશીષ રોયનું આજે નિધન થઇ ગયું છે. સસુરાલ સિમર કા, બનેગી અપની બાત, બ્યોમકેશ બક્શી, યસ બોસ, બા બહૂ ઔર બેબી, મેરે આંગન મે, કુછ રંગ પ્યાર કે એસે ભી અને આરંભ જેવી ડઝન ટીવી શોમાં કામ કરી ચૂકેલાં એક્ટર આશીષ રોય ગત લાંબા સમયથી બીમાર હતાં.. જાણકારી મુજબ તેમની બંને કિડિની ફેલ થઇ જવાથી તેમનું નિધન થયું છે. તેઓ માત્ર 55 વર્ષનાં હતાં.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

એક્ટર આશીષ રોય પણ આર્થિક તંગીને કારણે તેમનો ઇલાજ સરખી રીતે નહોતા કરાવી શક્યા. આશીષ રોયની બંને કિડિની ફેઇલ થઇ ગઇ હતી. જેને કારણે તેમનું નિધન થઇ ગયુ હતું. તેમણે સોશિયલ મીડિયા પર લોકો પાસે મદદની અપીલ પણ કરી હતી. આશીષ રોયનાં નિધનથી બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રી શોકમાં છે.

આશીષ રોયને બે વખત લકવાનો સ્ટ્રોક આવી ગયો હતો. ગત વર્ષથી તેમનું સ્વાસ્થ્ય સારુ ન હતું. કંઇને કંઇ સમસ્યાઓ આવતી રહેતી હતી. પણ આ વર્ષે તેની તબિયત વધુ ખરાબ થઇ ગઇ હતી.

તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું એકલો છુ તો આ કારણે મુશ્કેલી આવે છે. મે લગ્ન નથી કર્યા જીવન સહેલું નથી. તેણે કહ્યું કે, મને લાગે છે કે, હું મારી બહેન પાસે કોલકાતા શિફ્ટ થઇ જઇશ. ઇન્ડસ્ટ્રીમાં કોઇએ તો મને કામ આપવું પડશે. નહીં તો આપને ખબર છે ક શું થશે.

આર્થિક તંગીથી પરેશાન આશીષે ફેસબૂક પર પોસ્ટ કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે, સવારની કોફી ખાંડ વગરની. આ મુસ્કુરાહટ મજબૂરીમાં છે જી.. ભગવાન લઇ લે મને.. થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યૂમાં આશીષે જણાવ્યું હતું કે તેને વર્ષ 2019માં લકવો થઇ ગયો હતો જે બાદ તે ઠીક થઇ ગયો પણ તેને કામ નહોતું મળી રહ્યું. કામ ન મળવાને કારણે તેની જમા પૂંજીનાં દમ પર ઘર ચાલતું હતું પણ ધીમે ધીમે તે જમા પૂંજી ખત્મ થઇ ગઇ હતી.

આશીષ રોય ટીવી ઉપરાંત હોલિવૂડ ફિલ્મોનાં ડબિંગનું કામ કરતો હતો તે એક વોઇસ ઓવર આર્ટિસ્ટ તાં. તેમણે સુપરમેન રિટર્ન્સ, ધ ડાર્ક નાઇટ, ગાર્ડિયન ઓફ ધ ગેલેક્સી, ધ લેજન્ડ ઓફ ટાર્ઝન અને જોકર જેવી ફિલ્મોમાં વિભિન્ન કિરદારો માટે ડબિંગ કર્યું છે.