આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ખેરાલુ (મનોજ ઠાકોર)

કોરોના વાયરસને કારણે સતલાસણા તાલુકાની આમ જનતા લોકડાઉનમાં ઘરમાં હતી. જ્યારે આપણે બાળકો સાથે નવી નવી ગેમ રમતા હતા. આપણને ભીતી હતી કે આપણને કોઈ ચેપ ના લાગે, ત્યારે સાચા અર્થમાં ગઢવાડાના સપૂતોએ જ્યારથી lockdown ચાલુ થયું ત્યારથી આજ સુધી ભુખ્યાને ભોજન મળી રહે તે માટે દિવસ-રાત એક કરી મહેનત કરી છે. સચા અર્થમાં સમાજ માટે ‘કોરોના યોદ્ધા’ પુરવાર થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પોતાનો જીવ જોખમમાં નાખી અને આ મિત્રો ભોજન પહોંચાડે છે. રાશનની કીટો પહોંચાડી છે સારા કાર્ય માટે ચોક્કસ ગઢવાડાના લોકોએ તેમને મદદ પહોંચાડી છે પરંતુ જમીની હકિકત પર આ લોકોએ જે નિષ્ઠાથી જે કામ કર્યું છે તેના માટે આ શબ્દો પૂરતા ન પણ હોય.

કદાચ આ આ ફેસબુક ની પોસ્ટમાં અમુક ચહેરાઓ રહી પણ ગયા હોય અમુક જે સંસ્થાઓ છે જે મારા નજરમાં આવી ન પણ હોય એ બધાને ગઢવાડાની તમામ જનતા તરફથી શત શત પ્રણામ. પોત પોતાનો પક્ષ, પોતાની જ્ઞાતિ, પોતાના વિચારો, ગમા- અણગમા એક બાજુ પર રાખી અને જે સમાજસેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેને ગઢવાડા આવનારા વર્ષોમાં કદી ભૂલી ન શકે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code