કટાક્ષ@ગુજરાત: ભાજપના ‘ભાઉ’એ ભક્તોને પણ ભરડામાં લીધા: પરેશ ધાનાણી

અટલ સમાચાર,ડેસ્ક પરેશ ધાનાણી એ કમલમ ને કોરોનાનું કેન્દ્રબિંદુ ગણાવ્યું છે. સીઆર પાટીલ સહિતના બીજેપી નેતાઓને કોરોના પોઝિટિવ આવતા ટ્વીટ કરીને કટાક્ષ કર્યો હતો કે, `ભાજપના ‘ભાઉં’એ ભક્તોને પણ ભરડામાં લીધા’. પરેશ ધાનાણીએ કમલમને કોરોનાનું કેન્દ્રબિંદુ ગણાવ્યું છે. સીઆર પાટીલ સહિતના બીજેપી નેતાઓને કોરોના પોઝિટિવ આવતા ટ્વીટ કરીને કટાક્ષ કર્યો હતો કે, `ભાજપના ‘ભાઉં’એ ભક્તોને
 
કટાક્ષ@ગુજરાત: ભાજપના ‘ભાઉ’એ ભક્તોને પણ ભરડામાં લીધા: પરેશ ધાનાણી

અટલ સમાચાર,ડેસ્ક

પરેશ ધાનાણી એ કમલમ ને કોરોનાનું કેન્દ્રબિંદુ ગણાવ્યું છે. સીઆર પાટીલ સહિતના બીજેપી નેતાઓને કોરોના પોઝિટિવ આવતા ટ્વીટ કરીને કટાક્ષ કર્યો હતો કે, `ભાજપના ‘ભાઉં’એ ભક્તોને પણ ભરડામાં લીધા’. પરેશ ધાનાણીએ કમલમને કોરોનાનું કેન્દ્રબિંદુ ગણાવ્યું છે. સીઆર પાટીલ સહિતના બીજેપી નેતાઓને કોરોના પોઝિટિવ આવતા ટ્વીટ કરીને કટાક્ષ કર્યો હતો કે, `ભાજપના ‘ભાઉં’એ ભક્તોને પણ ભરડામાં લીધા’

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, હવે “કમળ છાપ” કાર્યકર્તાઓથી સૌને દૂર જ રહેવા વિનંતી. ભાજપના કાર્યકારોથી દૂર રહો, નહિ તો કોરોના કરડી જશે એ સાથે જ ધાનાણીએ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભેચ્છા પણ પાઠવી હતી. ગઈકાલે સી.આર.પાટીલ અને ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા પણ પોઝિટિવ આવ્યા હતા અત્યાર સુધીમાં કમલમમાં 10 જેટલા કર્મચારીઓ કોરોનાગ્રસ્ત નોંધાઈ ચુક્યા છે. વળી સી.આર.પાટીની રેલીઓમાં ઉમટેલી ભીડ જોઈને વારંવાર સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોનાની માહામારી તેમજ ગાઈડલાઈનની યાદ અપાવવા છતાં પાટીલની રેલીઓ અટકવાનું નામ નહોતી લેતી ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી પાટીલને આડે હાથ લીધા હતા.