SBIની નવી સ્કિમઃ 5000થી શરૂ કરો રોકાણ, મળશે FD કરતા ડબલ નફો, થશે આ ફાયદા

અટલ સમાચાર, ડેસ્ક SBI દ્વારા નવી સ્કિમની જાહેરાત કરવામા આવી છે. SBI મ્યુચ્યુઅલ ફંડે નિવૃત્તિ બેનિફિટ ફંડ લોન્ચ કર્યું છે. રિટાયરમેન્ટ સેવિંગ કરવાની ઈચ્છા ધરાવતા નોકરિયાત અને અન્ય લોકો SBI મ્યુચ્યુઅલ ફંડની નવી સ્કિમમાં રોકાણ કરી સારી એવી કમાણી કરી શકે છે. નવા ફંડની ઓફરમાં 3 ફેબ્રુઆરી સુધી રોકાણ કરી શકાય છે. SBI રિટાયરમેન્ટ બેનિફિટ
 
SBIની નવી સ્કિમઃ 5000થી શરૂ કરો રોકાણ, મળશે FD કરતા ડબલ નફો, થશે આ ફાયદા

અટલ સમાચાર, ડેસ્ક

SBI દ્વારા નવી સ્કિમની જાહેરાત કરવામા આવી છે. SBI મ્યુચ્યુઅલ ફંડે નિવૃત્તિ બેનિફિટ ફંડ લોન્ચ કર્યું છે. રિટાયરમેન્ટ સેવિંગ કરવાની ઈચ્છા ધરાવતા નોકરિયાત અને અન્ય લોકો SBI મ્યુચ્યુઅલ ફંડની નવી સ્કિમમાં રોકાણ કરી સારી એવી કમાણી કરી શકે છે. નવા ફંડની ઓફરમાં 3 ફેબ્રુઆરી સુધી રોકાણ કરી શકાય છે. SBI રિટાયરમેન્ટ બેનિફિટ ફંડ, એક સોલ્યુશન ઓરિએન્ટેડ ફંડ છે. જે રિસ્ક પ્રોફાઈલમાં 4 ઓફર કરી રહ્યું છે. આ સ્કિમમાં એસઆઈપી થકી રોકાણ કરનારને 50 લાખ રૂપિયા સુધીનું ટર્મ ઈન્શ્યોરન્સ કવર પણ મળે છે. આ સિવાય પણ ઘણા ફાયદા છે. જેમ કે ડિવિડન્ડ વિકલ્પ અને SWPની સુવિધા અને ક્વાર્ટરના આધાર પર ઉપાડની સુવિધા.

શું છે આ સ્કિમ

સરળ શબ્દોમાં જણાવીએ તો SBI રિટાયરમેન્ટ બેનિફિટ ફંડ સ્કિમ એક એનએફઓ એટલે કે ન્યૂ ફંડ ઓફર છે. આ સ્કિમનું નામ SBI રિટાયરમેન્ટ બેનિફિડ ફંડ સોલ્યુશન ઓરિએન્ટેડ સ્કિમ છે. 3 ફેબ્રુઆરી સુધી તેમાં રોકાણ કરી શકાય છે અને ઓછામાં ઓછું 5000નું રોકાણ શક્ય છે. એનએફઓ કોઈ એસેટ મેનેજમેન્ટ કંપનીની નવી સ્કિમ હોય છે. જેના થકી કોઈ મ્યુચ્યુઅલ ફંડ કંપની શેર, સરકારી બોન્ડ સહિતમાં રોકાણ કરવા માટે રોકાણકારો પાસેથી પૈસા ભેગા કરે છે.

સ્કિમથી થશે આ ફાયદા

એક અહેવાલ અનુસાર, આ સ્કિમનું મેનેજમેન્ટ ગૌરવ મહેકા (ઈક્વિટી એટલે કે શેરબજાર), દિનેશ આહૂજા (ફિક્સ્ડ ઈનકમ) અને મોહિત જૈન (ફોરેન સિક્યોરિટી એટલે વિદેશી શેર બજાર અને બૉન્ડ્સ) મળીને કરશે. આ ફંડ 4 ઈન્વેસ્ટમેન્ટ પ્લાન ઓફર કરે છે. જેમાં એગ્રેસિવ (ઈક્વિટી ઓરિએન્ટેડ એટલે શેરબજાર આધારિત), એગ્રેસિવ હાઈબ્રિડ (ઈક્વિટી ઓરિએન્ટેડ એટલે શેરબજાર આધારિત), કન્ઝર્વેશન હાઈબ્રિડ (ડેટ ઓરિએન્ટેડ એટલે કે બોન્ડ્સ આધારિત) અને કન્ઝર્વેટિવ (ડેટ ઓરિએન્ટેડ એટલે બોન્ડ્સ આધારિત) સામેલ છે. શેરબજાર અને બોન્ડ માર્કેટ ઉપરાંત દરેક પ્લાનમાં ગોલ્ડ ઈટીએફમાં 20 ટકા સુધી, REIT/InVITમાં 10 ટકા સુધી રોકાણ કરવાની તૈયારી છે.

એક્સપર્ટે જણાવ્યું કે, મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવનારાઓને અહીં એફડી કરતા વધુ રિટર્ન મળશે. સરળ શબ્જોમાં કહીએ તો વાર્ષિક 10 ટકાથી વધુનો લાભ સરળતાથી થઈ શકે છે. જ્યારે એફડી પર હાલ વાર્ષિક 5 ટકા જ રિટર્ન મળે છે. SBI મ્યુચ્યુઅલ ફંડ 50 લાખનો ટર્મ ઈન્શ્યોરન્સ પણ આપે છે. 3 વર્ષથી વધુની સમયસીમા માટે ટર્મ ઈન્શ્યોરન્સનો વિકલ્પ પસંદ કરી શકો છો. દુર્ઘટના બદલ 50 લાખ સુધીનું વળતર મળે છે. 3 વર્ષમાં વીમા કવરમાં વધારો થશે. એસઆઈપી થકી 3 વર્ષથી વધુ માટે રજીસ્ટર કરવા પર ઈન્શ્યોરન્સ કવર પણ ફ્રીમાં મળશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

એનએફઓના એગ્રેસિવ પ્લાનનો એક્સપેન્સ રેશિયો રેગ્યુલર વિકલ્પમાં 2 ટકા છે. કન્ઝર્વેટિવ પ્લાન મામલે આ 1-1.25 ટકા છે જો સરળ શબ્દોમાં કહીએ તો મ્યુચ્યુઅલ ફંડ હાઉસ (એસેટ મેનેજમેન્ટ કંપની) ના ખર્ચા એક્સપેન્સ રેશિયોમાં સામેલ કરાય છે. આ આધાર પર જ રેશિયો નક્કી કરાય છે. આ સાથે લોકો SWP અંગે સવાલ કરે છે. જે સિસ્ટોમેટિક વિથડ્રોઅલ પ્લાન એક પ્રકારની સુવિધા છે. જેના થકી રોકાણકારો નક્કી કરેલી રકમ મ્યુચ્યુઅલ ફંડમાંથી પરત મેળવી શકે છે. કેટલા સમયમાં પૈસા પરત મેળવવા તે રોકાણકારો પોતે જ નક્કી કરે છે. તમે માસિક કે ત્રિમાસિક આધાર પર કામ કરી શકો છો, પરંતુ લોકો માસિક વિકલ્પ પર વધુ ભાર આપે છે. રોકાણ કારો નક્કી કરેલ રકમ કે માત્ર કેપિટલ ગેન્સ જે લેવું હોય તે લઈ શકે છે.

રિટાયરમેન્ટ બેનિફિટ ફંડ સોલ્યુશન ઓરિએન્ટેડ સ્કિમમાં આ સુવિધા પણ મળે છે કે રોકાણકારો ડિવિડન્ડ વિકલ્પ પર SWP સુવિધાનો ઉપયોગ કરી શકે છે. રોકાણની રકમ ક્વાર્ટરના હિસાબે સિસ્ટોમેટિક રીતે નીકાળી શકે છે. પરંતુ આ લોક-ઈન પિરિયડ હેઠળ હશે. આ સુવિધા રોકાણકારોને નિવૃત્તિ પછી પોતાના ખર્ચા પૂર્ણ કરવા મદદ મળે છે. રોકાણકોરાને સ્કિમ હેઠળ ઘણા વિકલ્પ મળે છે કે, તેમણે કયા પ્લાનમાં રોકાણ કરવું છે. ઉંમર અનુસાર રિટાયરમેન્ટ કૉરપસને યોગ્ય પ્લાનમાં ટ્રાન્સફર કરવાની સુવિધા પણ મળે છે. 40 વર્ષ સુધીના લોકોને એગ્રેસિવ ઈન્વેસ્ટમેન્ટ પ્લાન, 40-50 વર્ષના લોકોને એગ્રેસિવ હાઈબ્રિડ ઈન્વેસ્ટમેન્ટ પ્લાન, 50-60 વર્ષના લોકોને કન્ઝર્વેટિવ હાઈબ્રિડ અને 60 વર્ષથી વધુની ઉંમરના લોકોને કન્ઝર્વેટિવ પ્લાન મળશે. આ પ્લાન બમણો લાભ કરાવશે.