કૌભાંડ@રાધનપુર: મૃત બાળકીની સારવાર કરી હોસ્પિટલે ખર્ચ માંગ્યો, રિપોર્ટ આવ્યો

અટલ સમાચાર, મહેસાણા રાધનપુરની સાંઇકૃપા હોસ્પિટલમાં બાલસખા યોજનામાં કૌભાંડ મામલે સૌથી મોટી વાત સામે આવી છે. જિલ્લા પંચાયતની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તપાસ રીપોર્ટ મુજબ એક લાભાર્થીની બાળકીનું મોત થયું છતાં સારવાર કરી હોવાનું બતાવી ખર્ચો માંગ્યો છે. આ સાથે અનેક કેસોમાં વિસંગતતાઓ મળી હોઇ જિલ્લા વિકાસ અધિકારીએ કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવ્યું છે.
 
કૌભાંડ@રાધનપુર: મૃત બાળકીની સારવાર કરી હોસ્પિટલે ખર્ચ માંગ્યો, રિપોર્ટ આવ્યો

અટલ સમાચાર, મહેસાણા

રાધનપુરની સાંઇકૃપા હોસ્પિટલમાં બાલસખા યોજનામાં કૌભાંડ મામલે સૌથી મોટી વાત સામે આવી છે. જિલ્લા પંચાયતની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તપાસ રીપોર્ટ મુજબ એક લાભાર્થીની બાળકીનું મોત થયું છતાં સારવાર કરી હોવાનું બતાવી ખર્ચો માંગ્યો છે. આ સાથે અનેક કેસોમાં વિસંગતતાઓ મળી હોઇ જિલ્લા વિકાસ અધિકારીએ કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ રહ્યું હોસ્પિટલનું ખોટું મૃત્યુ પ્રમાણપત્ર

કૌભાંડ@રાધનપુર: મૃત બાળકીની સારવાર કરી હોસ્પિટલે ખર્ચ માંગ્યો, રિપોર્ટ આવ્યો

પાટણ જિલ્લાની રાધનપુર શહેરમાં આવેલી સાંઇકૃપા હોસ્પિટલમાં બાલસખા યોજવામાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. અટલ સમાચાર ડોટ કોમની તપાસ બાદ ખળભળાટ મચી ગયો હતો. આથી જિલ્લા પંચાયતે તાત્કાલિક અસરથી તપાસ કરી હતી. જેનો રીપોર્ટ રજૂ થયા બાદ વિગતો જાણી અનેક બાબતોનો ખુલાસો થયો છે. સાંઇકૃપા હોસ્પિટલના ડોક્ટર ભાર્ગવ પટેલ અને આરોગ્ય વિભાગ વચ્ચેના એમઓયુ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. તપાસ રીપોર્ટમાં સામે આવ્યું છે કે, નાયકા ગામના લાભાર્થી સંગીતાબેનની બાળકી 3 દિવસમાં મૃત્યુ પામી હતી. છતાં સાંઇકૃપા હોસ્પિટલે સતત 8 દિવસ સારવાર આપી ખર્ચની માંગણી કરી છે. એટલે કે મોત પછી પણ સારવાર કરી સરકારી નાણાં કૌભાંડ મારફત મેળવવાનો કારસો રચ્યો હતો. આ સાથે અનેક લાભાર્થીના કેસમાં વિસંગતતાઓ તપાસ રીપોર્ટમાં સામે આવી છે.

સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારી ડી.કે પારેખે જણાવ્યું હતું કે, સાંઇકૃપા હોસ્પિટલે મૃતક બાળકીનું ખોટું મરણ પ્રમાણપત્ર બનાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આથી તેઓને સાંભળવાની તક આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો આધારે હોસ્પિટલે ખોટું કર્યું હોવાનું ડીડીઓએ સ્વિકાર્યું છે.

ગુનાહિત કૃત્ય કર્યું હોઇ ફરિયાદ થઇ શકે

દર્દીના મોત પછી ક્યારેય તેની સારવાર ના હોય, આથી સાંઇકૃપા હોસ્પિટલે સમી તાલુકાના નાયકા ગામના સંગીતાબેન અશ્વિનભાઈ બજાણીયાની પુત્રીની સારવાર પછી મોત થયા છતાં ખર્ચ બતાવ્યો છે. જેમાં રૂપિયા 49,000ની રકમ જિલ્લા પંચાયત પાસેથી મેળવવા ખોટું રેકર્ડ બનાવ્યું છે. આથી આ પ્રકારના ગંભીર ગુનામાં ફરિયાદ દાખલ થઇ શકે છે.

તપાસ રીપોર્ટના આધારે અનેક આરોગ્ય કર્મચારીઓની ભૂમિકા શંકાસ્પદ બની

બાલસખા યોજના હેઠળ ખાનગી હોસ્પિટલમાં દાખલ થતાં બાળકોની સારવારનો ખર્ચ સરકાર આપે છે. આથી જોગવાઈ મુજબ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમના કર્મચારીઓ બિમાર બાળકની મુલાકાતે જાય છે. જો નાયકા ગામની બાળકી 3 દિવસમાં મૃત્યુ પામી તો 8 દિવસ સારવાર દરમ્યાન આરોગ્ય કર્મચારીઓને કેમ ધ્યાને ના આવ્યું ? શું જવાબદાર મેડીકલ ઓફિસરોએ કૌભાંડમાં શંકાસ્પદ ભૂમિકા ભજવી ? સારવાર પછીના 5 દિવસ હોસ્પિટલમાં બાળકી જીવતી કેવી રીતે જોવા મળી ? બાળકીની તબિયત જાણવામાં આરોગ્ય કર્મચારીઓ નિષ્ફળ રહ્યા કે અન્ય કોઈ કારણ ???
આ તમામ સવાલો બાલસખા યોજનામાં થયેલી તપાસ બાદ ઉભા થયા હોઇ સંબંધિત તમામની જવાબદારી નક્કી કરવા મહત્વના બન્યા છે.