વિજ્ઞાનઃ પૃથ્વીની નજીકના આ ગ્રહ પર મળ્યા જીવનના સંકેત, વૈજ્ઞાનિકોએ દાવો કર્યો

અટલ સમાચાર, ડેસ્ક દૂર અંતરિક્ષમાં વૈજ્ઞાનિકો સતત જીવનના સંકેત શોધી રહ્યા છે. આ કડીમાં બ્રિટનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે પૃથ્વીના સૌથી નજીકના ગ્રહ શુક્ર ના વાદળોમાં તેમને ફોસ્ફીન નામનો ગેસ મળ્યો છે. આ ગેસ લસણ કે સડી ગયેલી માછલીની જેમ ગંધાય છે અને તેને માઇક્રોબેક્ટેરિયા ઓક્સીજનની અવેજીમાં છોડવામાં આવે છે તો વૈજ્ઞાનિકોએ દાવો કર્યો
 
વિજ્ઞાનઃ પૃથ્વીની નજીકના આ ગ્રહ પર મળ્યા જીવનના સંકેત, વૈજ્ઞાનિકોએ દાવો કર્યો

અટલ સમાચાર, ડેસ્ક

દૂર અંતરિક્ષમાં વૈજ્ઞાનિકો સતત જીવનના સંકેત શોધી રહ્યા છે. આ કડીમાં બ્રિટનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે પૃથ્વીના સૌથી નજીકના ગ્રહ શુક્ર ના વાદળોમાં તેમને ફોસ્ફીન નામનો ગેસ મળ્યો છે. આ ગેસ લસણ કે સડી ગયેલી માછલીની જેમ ગંધાય છે અને તેને માઇક્રોબેક્ટેરિયા ઓક્સીજનની અવેજીમાં છોડવામાં આવે છે તો વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ત્યાં જીવનના સંકેત હોઈ શકે છે. બીજી તરફ ફોસ્ફીન ગેસ કાર્બનીક પદાર્થોના ટુકડાથી પણ ઉત્પન્ન થાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રિટનની વેલ્સ કાર્ડિફ યુનિવર્સિટીના એસ્ટ્રોનૉમર જેન ગ્રીવ્સ અને તેમના સહયોગીઓએ હવાઈના મૌના કેઆ ઓબ્ઝર્વેટરીમાં જેમ્સ ક્લર્ક મેક્સવેલ ટેલીસ્કોપ અને ચિલીમાં સ્થિત અટકામા લાર્જ મિલિમીટર એરી ટેલિસ્કોપની મદદથી શુક્ર ગ્રહ પર નજર રાખી. તેમાં તેઓને શુક્રના વાદળોમાં ફોસ્ફીન ગેસ હોવાની ભાળ મળી. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ત્યાં આ ગેસ મોટી સંખ્યામાં હોઈ શકે છે. વૈજ્ઞાનિકો અનુસાર ફોસ્ફીન ગેસની ઉપસ્થિતિના કારણે શુક્ર ગ્રહ પર માઇક્રોબેક્ટેરિયા હોવાની શક્યતા વધી ગઈ છે. એવામાં ત્યાં જીવન શક્ય હોઈ શકે છે. જોકે શુક્રની સપાટીનું સરેરાશ તાપમાન લગભગ 465 ડિગ્રી સેલ્સિયસ હોય છે. બીજી તરફ પૃથ્વીની તુલનામાં પ્રેશર પણ 92 ગણું વધારે હોય છે. તેથી તે મનુષ્યોને રહેવા લાયક નથી માનવામાં આવતો.

વૈજ્ઞાનિકોએ પોતાની શોધમાં જાણ્યું કે શુક્ર ગ્રહની સપાટીથી 53થી 62 કિલોમીટરની ઊંચાઈનું તાપમાન લગભગ 50 ડિગ્રી સેલ્સિયસ છે. આ વિસ્તારમાં પ્રેશર પણ પૃથ્વીના સમુદ્રના તળીયા સમાન છે. વાદળો પણ અતિશય એસિડિક છે. અમેરિકન અંતરિક્ષ એજન્સી NASA શુક્ર ગ્રહના બે પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. NASA હજુ ત્યાં વાયુમંડળને સમજવા માટે આ પ્રોજેક્ટ પર કામ કરશે. બંને પ્રોજેક્ટને NASAએ દાવિન્સી અને વેરીટાસ નામ આપ્યા છે.