વિજ્ઞાન: નવેમ્બરમાં લાગશે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, જાણો સુતકનો સમય અને કાળ

અટલ સમાચાર, ડેસ્ક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ એક ખગોળીઘટના છે. ચંદ્ર ગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્રમા પૃથ્વીની ઠીક પાછળ તેની પ્રચ્છાયામાં આવે છે. જ્યોતિષિઓ અનુસાર, રાહુ-કેતુ સમય-સમય પર સૂર્ય અને ચંદ્રમા પર ગ્રહણ લગાવે છે. તેમનો 12 રાશિઓ પર સીધી અસર પડે છે. ગ્રહણ પૂર્ણ થયા બાદ દાન અને સ્નાન કરવાની પરંપરા છે. અટલ સમાચાર
 
વિજ્ઞાન: નવેમ્બરમાં લાગશે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, જાણો સુતકનો સમય અને કાળ

અટલ સમાચાર, ડેસ્ક

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ એક ખગોળીઘટના છે. ચંદ્ર ગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્રમા પૃથ્વીની ઠીક પાછળ તેની પ્રચ્છાયામાં આવે છે. જ્યોતિષિઓ અનુસાર, રાહુ-કેતુ સમય-સમય પર સૂર્ય અને ચંદ્રમા પર ગ્રહણ લગાવે છે. તેમનો 12 રાશિઓ પર સીધી અસર પડે છે. ગ્રહણ પૂર્ણ થયા બાદ દાન અને સ્નાન કરવાની પરંપરા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વર્ષ 2020નાં અંતને હવે એકમહિના જેટલો સમય બાકી છે ત્યારે હવે વર્ષનું અંતિમ ગ્રહણ આવવાનું છે. આ ગ્રહણ 30 નવેમ્બરનાં રોજ છે. આ ગ્રહણ એક ઉપછાયા ચંદ્રગ્રહણ હશે. હિન્દુ કેલેન્ડર મુજબ આ ગ્રહણ કારતક મહિનાની પૂર્ણિમાએ લાગશે. જે વૃષભ રાશિમાં અને રોહિણી નક્ષત્રમાં લાગશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ગ્રહણ ઘણું ખાસ રહેશે. તમામ રાશિ પર તેની અસર જોવા મળશે.

30 નવેમ્બરનાં રોજ ચંદ્રગ્રહણ સુતક અવધિ માન્ય રહેશે નહીં. ગ્રહણ પ્રારંભ- બપોરે 1.04 વાગ્યે, ગ્રહણ મધ્યકાળ- બપોરે 3.13 વાગ્યે અને ગ્રહણનો સમાપ્ત કાળ- સાંજે 5.22 વાગ્યે. આ સમયમાં ઇશ્વરનું ધ્યાન અને મંત્ર જાપ કરવાનો રહે છે. પણ આ વખતે ઉપછાયા ચંદ્રગ્રહણ છે. જેથી સુતક અવધિ માન્ય રહેશે નહીં. એવું માનવામાં આવે છે કે ઉપછાયા ચંદ્રગ્રહણમાં lunar eclipse સુતક કાળ લાગતો નથી. ગ્રહણ પર તેની અસર જોવા મળતી નથી.

કાળશાસ્ત્ર અનુસાર સુતકને અશુભ માનવામાં આવે છે. માન્યતા છે કે, જ્યારે સુતકનો આરંભ થાય છે ત્યારે રાહૂ અને સૂર્ય ચંદ્રમાં થોડા સમય માટે ગ્રાસ કરી લે છે. સુતક આરંભથી કોઇ વસ્તુ ખાવી નહીં, બનાવવી નહીં ગ્રહણ છુટ્યા પછી સ્નાન કરી પૂજા પાઠ કરવાં. જે ચંદ્રગ્રહણ નગ્ન આંખે ન જોઇ શકાય તેમનું ધાર્મિક મહત્વ હોતુ નથી. ફક્ત ઉપછાયા ચંદ્રગ્રહણ નગ્ન આંખે નથી જોઇ શકાતા. તેથી આ ગ્રહણ પર કોઇપણ પ્રકારું કર્મકાંડ કરવામાં આવતું નથી.