અકસ્માત@ડીસાઃ સ્કોર્પિયો ગાડી વહેલી સવારે ઝાડ સાથે અથડાઇ,એકનું મોત

અટલ સમાચાર.ડીસા ડીસાના ગોગાડેરીથી ઝેરડા વચ્ચે સ્કોર્પિયો ગાડી આગળ ગાય આવી જતાં સ્કોર્પિયો ગાડી ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.જેમાં એક નું મોત થયું હતું. જ્યારે એક ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સુરેશકુમાર ઉર્ફે વરજંગારામ લછાજી રબારી પોતાની નંબર વગરની સ્કોર્પિયો ગાડી લઈને સવારે સાડા પાંચેક વાગે ડીસાથી ઝેરડા તરફ પુરઝડપે આવી રહયા
 
અકસ્માત@ડીસાઃ સ્કોર્પિયો ગાડી વહેલી સવારે ઝાડ સાથે અથડાઇ,એકનું મોત

અટલ સમાચાર.ડીસા

ડીસાના ગોગાડેરીથી ઝેરડા વચ્ચે સ્કોર્પિયો ગાડી આગળ ગાય આવી જતાં સ્કોર્પિયો ગાડી ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.જેમાં એક નું મોત થયું હતું. જ્યારે એક ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

સુરેશકુમાર ઉર્ફે વરજંગારામ લછાજી રબારી પોતાની નંબર વગરની સ્કોર્પિયો ગાડી લઈને સવારે સાડા પાંચેક વાગે ડીસાથી ઝેરડા તરફ પુરઝડપે આવી રહયા હતા.તે દરમિયાન રસ્તામાં સ્કોર્પિયો ગાડી આગળ ગાય વચ્ચે આવી જતા સ્કોર્પિયો ગાડી ચાલક સુરેશકુમાર રબારીએ સ્ટેરીગ પરથી કાબુ ગુમાવતા સ્કોર્પિયો ગાડી એક ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.ગાડીમાં સવાર સુરેશકુમાર રબારી તેમજ પવનકુમાર ગાયણા (વિશ્ર્નોઈ ) ગંભીર રીતે ઘાયલ થયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ અકસ્માતની જાણ આજુબાજુના લોકોને થતા તેઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 તેમજ ડીસા તાલુકા પોલિસને જાણ કરતા પોલીસ તેમજ 108 ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ઘાયલ સુરેશકુમાર રબારી તેમજ પવનકુમાર ગાયણા (વિશ્ર્નોઈ ) ને 108 મારફતે ડીસા સિવિલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.પવનકુમાર ગાયણા (વિશ્ર્નોઈ ) ગંભીર રીતે ઘાયલ થતા તેમનું મોત થયું હતું.તેમજ સુરેશકુમાર રબારી વધુ સારવાર માટે પાલનપુર ખસેડાયા હતા.મૃતક પવનકુમાર ગાયણા (વિશ્ર્નોઈ ) ની લાશને ડીસા સિવિલ પીએમ અર્થે ખસેડાઇ હતી.આ ઘટના અંગે ભગીરથરામ વેગેડુરામ ગાયણા (વિશ્ર્નોઈ)એ સ્કોર્પિયો ચાલક સુરેશકુમાર ઉર્ફે વરજંગારામ લછાજી રબારી વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.