શોધ@ગુજરાતઃ હવે સોશિયલ ડિસ્ટન્સિંગનું ભાન કરાવશે બઝર બેલ્ટ

અટલ સમાચાર, ડેસ્ક કોરોનાથી બચવું હોય તો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જરૂરી છે. એટલે જ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનો જોરદાર આઈડિયા GTUના સ્ટાર્ટઅપ શોધી કાઢ્યો છે. આ સ્ટાર્ટઅપ્સનું જોરદાર ઇનોવેશન આપણને સોશિયલ ડિસ્ટન્સિગનું ભાન કરાવશે. કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે અને કેસ વધતા તંત્રની ચિંતા પણ વધી રહી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
શોધ@ગુજરાતઃ હવે સોશિયલ ડિસ્ટન્સિંગનું ભાન કરાવશે બઝર બેલ્ટ

અટલ સમાચાર, ડેસ્ક

કોરોનાથી બચવું હોય તો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જરૂરી છે. એટલે જ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનો જોરદાર આઈડિયા GTUના સ્ટાર્ટઅપ શોધી કાઢ્યો છે. આ સ્ટાર્ટઅપ્સનું જોરદાર ઇનોવેશન આપણને સોશિયલ ડિસ્ટન્સિગનું ભાન કરાવશે. કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે અને કેસ વધતા તંત્રની ચિંતા પણ વધી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના સ્ટાર્ટઅપ ચાહિલ પટેલ અને તેના અન્ય એક વિદ્યાર્થી જીગ્નેશ માલીએ કોરોનાના સંક્રમણથી બચવા એક અગત્યનું ઇનોવેશન કર્યું છે. આ સ્ટાર્ટઅપે સોશિયલ ડિસ્ટન્સિંગનું ભાન કરાવતો એક બેલ્ટ બનાવ્યો છે. આ બેલ્ટમાં તેણે અલ્ટ્રાસોનિક સેન્સર અને બઝર ફિટ કર્યા છે. કોઈ વ્યક્તિ આ બેલ્ટ પહેરે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરે તો બેલ્ટનું બઝર વોનિંગ આપે છે. બેલ્ટ પહેરેલી વ્યક્તિને તરત ભાન થશે કે તે કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છે કે પછી ખરીદી કરી રહ્યો છે તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી. જેવો તે વ્યક્તિ 1.2 મીટર કે તેનાથી વધુ મીટર દૂર જશે એટલે તે બઝર ઓટોમેટિક બંધ થઈ જશે. આ સેન્સર કોઈ કારમાં રહેલા સેન્સરની જેમ જ કામ કરે છે.

કારમાં રિવર્સ ગિયર પડીએ એટલે સેન્સર એક્ટિવ થાય છે તે રીતે જ સોશિયલ ડિસ્ટન્સિંગ માટે આ સેન્સર કામ કરશે. હાલ આ બેલ્ટની કિંમત 150 થી 180 આસપાસ છે. જો તેનું ઉત્પાદન મોટા પ્રમાણમાં કરવામાં આવે તો તે 60-70 રૂપિયાની આસપાસ પડશે. આગામી દિવસોમાં કોરોના વૉરિયર્સને આ બેલ્ટ આપવાનું આયોજન છે. મહત્વનું છે કે હાલમાં GTUના ડિઝાઇન ઇનોવેશન કાઉન્સિલ અને લેવલઅપ સ્ટાર્ટઅપના સંયુક્ત ઉપક્રમે ઓનલાઈન બૂટ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં 45 સ્કૂલ-કૉલેજના વિદ્યાર્થીઓ ઓનલાઈન જોડાયા હતા. જેમાં આ વિદ્યાર્થીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાના બઝર બેલ્ટનું ઇનોવેશન ઓનલાઈન રજૂ કર્યું હતું.