શોધખોળ@મહેસાણા: પરોઢીયે પોલીસ ત્રાટકી, 12 બુટલેગરને ઊંઘતા ઝડપ્યા

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લા પોલીસ વ્યવસ્થામાં પડેલા ગાબડાં પુરવા મોટી કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જેમાં વહેલી પરોઢે ઠેર ઠેર દારૂના અડ્ડા પર પોલીસે રેડ પાડી હતી. જેમાં સૌપ્રથમવાર દારૂના મુદ્દામાલ સાથે બુટલેગરો પણ ઝડપાઇ ગયા છે. નવા એસપી આવતાંની સાથે જ દેશી દારૂના અડ્ડા વિરુદ્ધ મેગા ડ્રાઈવ કરી છે. કડી દારૂ કાંડનો
 
શોધખોળ@મહેસાણા: પરોઢીયે પોલીસ ત્રાટકી, 12 બુટલેગરને ઊંઘતા ઝડપ્યા

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લા પોલીસ વ્યવસ્થામાં પડેલા ગાબડાં પુરવા મોટી કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જેમાં વહેલી પરોઢે ઠેર ઠેર દારૂના અડ્ડા પર પોલીસે રેડ પાડી હતી. જેમાં સૌપ્રથમવાર દારૂના મુદ્દામાલ સાથે બુટલેગરો પણ ઝડપાઇ ગયા છે. નવા એસપી આવતાંની સાથે જ દેશી દારૂના અડ્ડા વિરુદ્ધ મેગા ડ્રાઈવ કરી છે. કડી દારૂ કાંડનો દાગ દૂર કરવા મહેસાણા પોલીસ ટીમ એક્શન મોડમાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શોધખોળ@મહેસાણા: પરોઢીયે પોલીસ ત્રાટકી, 12 બુટલેગરને ઊંઘતા ઝડપ્યા

મહેસાણા એ ડીવીઝન વિસ્તારમાં એલસીબી પીઆઈ પૃથ્વીસિંહ પરમારની ટીમ સોમવારે પરોઢીયે વર્ષો જૂના દેશી દારૂના અડ્ડા પર ત્રાટકી હતી. અચાનક પરોઢના 5 વાગ્યેથી સતત ચાર કલાક એટલે કે 9 વાગ્યા સુધી મેગા ડ્રાઈવ કરવામાં આવી હતી.

શોધખોળ@મહેસાણા: પરોઢીયે પોલીસ ત્રાટકી, 12 બુટલેગરને ઊંઘતા ઝડપ્યા

મહેસાણા શહેરમાં તાવડીયા રોડ, લાખવડી ભાગોળ, અમરપુરા, ભોંયરા વાસ, શોભાસણ રોડ, ઊંડી ફળી સહિતના વિસ્તારોમાં લિસ્ટેડ દારૂના અડ્ડા પર પોલીસ પહોંચી હતી. અચાનક પરોઢના પોલીસને જોઈ બૂટલેગરો ચોંકી ગયા હતા. જોકે પોલીસે મુદ્દામાલ સાથે 12 બુટલેગરોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 40 બેરલ સહિત 500 લીટર વોસ સહિતનો જથ્થો જપ્ત કર્યો હતો.

શોધખોળ@મહેસાણા: પરોઢીયે પોલીસ ત્રાટકી, 12 બુટલેગરને ઊંઘતા ઝડપ્યાસૂત્રોએ જણાવ્યું હતું કે, કડી પોલીસના દારૂકાંડ બાદ એસપી મનિષ સિંઘની બદલી થઇ હતી. આ પછી નવા એસપી પાર્થરાજસિંહ આવતાં દેશી દારૂના અડ્ડા અને જુગાર તેમજ સટોડિયા વિરુદ્ધ ઉપરાછાપરી કાર્યવાહી શરૂ કરી છે. કડી દારૂ કાંડને કારણે મહેસાણા જિલ્લામાં ખાખી વર્દીની છાપ ચિંતાજનક બની હોઇ દોડધામ મચી ગઇ છે. આવી સ્થિતિમાં હવે ગેરકાનૂની પ્રવૃત્તિ વિરુદ્ધ તબક્કાવાર મોટી કાર્યવાહી સામે આવી શકે છે.

ઘરમાંચલાવતાં હતાં દેશી દારૂના અડ્ડા

શોધખોળ@મહેસાણા: પરોઢીયે પોલીસ ત્રાટકી, 12 બુટલેગરને ઊંઘતા ઝડપ્યા

મહેસાણા એલસીબી પોલીસ ટીમે ઘણા સમય બાદ દેશી દારૂના અડ્ડા ઉપર મેગા ડ્રાઈવ કરી છે. જેમાં બુટલેગરોને ઊંઘતા ઝડપી લીધા હતા. મોટાભાગના બુટલેગરો પોતાના રહેણાંક મકાનમાં જ દારૂના અડ્ડા ચલાવતાં હોવાનું સામે આવ્યું છે. એલસીબી પોલીસની કાર્યવાહીથી શહેર સહિત જિલ્લાભરમાં ગેરકાનૂની પ્રવૃત્તિ સામે હડકંપ મચી ગયો છે.