મૌસમ@આબુ: માઇનસ 3 ડિગ્રીમાં આહલાદ્ક નજારો, પ્રવાસીઓમાં આનંદ 

અટલ સમાચાર,ડેસ્ક બનાસકાંઠાને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં શિયાળો જામ્યો છે. અહીં તાપમાન માઈનસ ત્રણ ડિગ્રીથી પણ નીચું ગયું હતું. રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલા રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન પર તાપમાન માઈનસમાં જતા લોકો ઠુંઠવાયા હતા. ઘણી જગ્યાએ પાણી પર બરફના થર જામ્યા હતા. લોકોએ બોનફાયર અને ચાની ચુસ્કી લઈને ઠંડીથી બચવા પ્રયાસ કર્યો હતો.
 
મૌસમ@આબુ: માઇનસ 3 ડિગ્રીમાં આહલાદ્ક નજારો, પ્રવાસીઓમાં આનંદ 

અટલ સમાચાર,ડેસ્ક 

બનાસકાંઠાને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં શિયાળો જામ્યો છે. અહીં તાપમાન માઈનસ ત્રણ ડિગ્રીથી પણ નીચું ગયું હતું. રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલા રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન પર તાપમાન માઈનસમાં જતા લોકો ઠુંઠવાયા હતા. ઘણી જગ્યાએ પાણી પર બરફના થર જામ્યા હતા. લોકોએ બોનફાયર અને ચાની ચુસ્કી લઈને ઠંડીથી બચવા પ્રયાસ કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

માઉન્ટ આબુમાં ઠંડી સતત વધી રહી છે. ઠંડીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. માઉન્ટ આબુવાસીઓ દિવસ દરમિયાન ઘરોમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. પ્રથમ શુક્રવારે તાપમાન આ શિયાળામાં પ્રથમ વખત માઇનસ નોંધાયું હતું. અને ત્યારબાદ શનિવારે અને રવિવારે અહીં 3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આમ સતત તાપમાનમાં ઘટાડો થયા બાદ માઉન્ટ આબુના મેદાનોની બહાર પાર્ક કરેલી કારની છત અને પાણીપર પણ ભરફની પાપડીયો બંધાઈ હતી. પાર્ક કરેલી કારની છત, બરફના થરો જામી ગયા હતા. આ શિયાળામાં પહેલીવાર જ્યારે તાપમાન માઈનસ પર પહોંચ્યું ત્યારે ઠંડીની અસર હવે તીવ્ર બની છે.

મૌસમ@આબુ: માઇનસ 3 ડિગ્રીમાં આહલાદ્ક નજારો, પ્રવાસીઓમાં આનંદ 

માઉન્ટ આબુમાં આ ઠંડીથી બચવા માટે લોકો તાપણા કરી રહ્યા છે અને ગરમ ચાની ચૂસ્કી લઈ રહ્યા છે. ત્યારે હિલ સ્ટેશન પર પહોંચેલા પ્રવાસીઓ મોસમની મજા માણવા માટે મોટી સંખ્યામાં માઉન્ટ આબુ પહોંચ્યા છે. ત્યારે ઠંડીની મજા માણવા પર્યટકો નકીલેખ ખાતે ચાલવા નીકળ્યા હતા. વધતી જતી ઠંડીને કારણે મોટાભાગના પર્યટકો હોટલોમાં પુરાઈ રહ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પારોમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. હોટલોમાં નળમાં પાણી થીજી ગયા છે, નક્કી લેકમાં હોડીઓ પર બરફની ચાદર છવાઈ છે. નળમાં પાણી થીજી જતા લોકો અટવાયા છે.

નવું વર્ષ ઉજવવા આવતા પ્રવાસીઓ માટે આ સીઝન સુખદ દેખાવા માંડે છે. પ્રવાસીઓ મોસમનો ભરપૂર આનંદ લઇ રહ્યા છે. આમ ,ધરતીપરના સ્વર્ગ સમાન માઉન્ટ આબુમાં કાશ્મીર જેવો આહલાદક નજારો અને બરફ દેખાતા પ્રવાસીઓ જુમી ઉઠ્યાં છે. છેલ્લાં ત્રણ દિવસથી માઉન્ટ આબુમાં અનેક જગ્યાએ બરફ જામી જતા ગુજરાતી પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. માઉન્ટ આબુ ફરવા આવેલા ગુજરાતીઓ ઠંડીની મજા લઈને આનંદ માણી રહ્યાં છે, ત્યારે અમારી સાથે વાત કરતા એક પ્રવાસીએ જણાવ્યું કે, હાલ માઉન્ટ આબુ કાશ્મીર લાગી રહ્યું છે અને તેવો ઠંડીની ખૂબ મજા લઈ રહ્યા છે.