બેઠક@ડીસા: પાલિકાની ચૂંટણીમાં 11 વોર્ડમાં “આપ” પાર્ટી ઉમેદવારો ઉભા રાખશે

અટલ સમાચાર, મહેસાણા દિવાળીના તહેવારો બાદ આજે ડીસા ખાતે આમ આદમી પાર્ટીની કોર કમિટીની બેઠક યોજાઇ હતી. પાર્ટી કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં ઉપાધ્યક્ષ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે ઉપસ્થિત રહ્યાં હતા. આગામી સમયે યોજાનાર ડીસા નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને યોજાયેલી બેઠકમાં ઉપાધ્યક્ષે પુરા જોશ સાથે તમામ વોર્ડમાં પાર્ટી દ્રારા ઉમેદવારો ઉભા રાખવાની તૈયારી
 
બેઠક@ડીસા: પાલિકાની ચૂંટણીમાં 11 વોર્ડમાં “આપ” પાર્ટી ઉમેદવારો ઉભા રાખશે

અટલ સમાચાર, મહેસાણા

દિવાળીના તહેવારો બાદ આજે ડીસા ખાતે આમ આદમી પાર્ટીની કોર કમિટીની બેઠક યોજાઇ હતી. પાર્ટી કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં ઉપાધ્યક્ષ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે ઉપસ્થિત રહ્યાં હતા. આગામી સમયે યોજાનાર ડીસા નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને યોજાયેલી બેઠકમાં ઉપાધ્યક્ષે પુરા જોશ સાથે તમામ વોર્ડમાં પાર્ટી દ્રારા ઉમેદવારો ઉભા રાખવાની તૈયારી બતાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરમાં આજે આમ આદમી પાર્ટીની કોર કમિટીની બેઠક મળી હતી. સિવીલ હોસ્પિટલની બાજુમાં નગરપાલિકા કોમ્પલેક્ષમાં આવેલા પાર્ટીના કાર્યાલયે મળેલી બેઠકમાં ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આગામી સમયે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્રારા પાલિકાના 11 વોર્ડમાં ઉમેદવારો ઉભા રાખવાની તૈયારી બતાવી છે.

આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરીએ જણાવ્યું હતુ કે, આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની તમામ ચૂંટણીઓમાં પાર્ટીએ લડવાનું નક્કી કર્યુ છે. આમ આદમી પાર્ટીએ દીલ્હીમાં 40 પ્રકારની સુવિધા લોકો ઘરે બેઠાં મેળવી રહ્યા છે. કોંગ્રેસએ વિપક્ષ તરીકે નિષ્ફળ ગઇ હોવાથી તે ભાજપને ક્યારે હરાવી નહીં શકે. જેથી ભાજપ સામે જો કોઇ મજબૂત વિકલ્પ હોય તો તે આમ આદમી પાર્ટી છે. ભેમાભાઇ ચૌધરીએ પાલિકાના 11 વોર્ડમાં ઉમેદવારો ઉભા રાખવાનું નિવેદન આપતાં સ્થાનિક રાજકારણ ગરમાયું છે.