સુરક્ષાઃ કોરોના વાયરસથી ભારતીય રેલવેએ 524 ટ્રેનોને રદ્દ કરી, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક ભારતીય રેલવેએ ગુરુવાર એટલે કે 19 માર્ચ 2020ના રોજ અનેક ટ્રનોને કેન્સલ કરી છે. આ ટ્રેનોને કેન્સલ કરવાના અલગ-અલગ કારણ છે. આ યાદીમાં એક્સપ્રેસ, પેસેન્જર ટ્રેનની સાથે કેટલીક સ્પેશલ ટ્રેનોનો પણ રદ્દ કરવામાં આવી છે. રેલવે તરફથી મળેલી અધિકૃત જાણકારી મુજબ, આજે 524 ટ્રેનોને કેન્સલ કરવામાં આવી છે. તેમાં જનશતાબ્દી, સુપરફાસ્ટ ટ્રેનો,
 
સુરક્ષાઃ કોરોના વાયરસથી ભારતીય રેલવેએ 524 ટ્રેનોને રદ્દ કરી, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક

ભારતીય રેલવેએ ગુરુવાર એટલે કે 19 માર્ચ 2020ના રોજ અનેક ટ્રનોને કેન્સલ કરી છે. આ ટ્રેનોને કેન્સલ કરવાના અલગ-અલગ કારણ છે. આ યાદીમાં એક્સપ્રેસ, પેસેન્જર ટ્રેનની સાથે કેટલીક સ્પેશલ ટ્રેનોનો પણ રદ્દ કરવામાં આવી છે. રેલવે તરફથી મળેલી અધિકૃત જાણકારી મુજબ, આજે 524 ટ્રેનોને કેન્સલ કરવામાં આવી છે. તેમાં જનશતાબ્દી, સુપરફાસ્ટ ટ્રેનો, મેલ એક્સપ્રેસ, પેસેન્જર સહિત અનેક મુખ્ય ટ્રેનો સામેલ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દેશભરમાં કોરોના વાયરસ ફેલાવાના ખતરાને જોતાં મુસાફરોની ઘણી ઓછી સંખ્યાના કારણે ભારતીય રેલવેએ તમામ ઝોનની મળીને તકેદારીના ભાગ રૂપે બુધવાર સુધી 80 ટ્રેનોને રદ્દ કરી હતી. જેમાં ઉત્તર રેલવેની 8 ટ્રેનો સામેલ છે. તેમાં દિલ્હી સરાય રોહિલ્લા પઠાણકોટ એક્સપ્રેસ, અંબાલા કેન્ટ શ્રીગંગાનગર અંબાલા ઇન્ટરસિટી એક્સપ્રેસ, નવી દિલ્હી ફિરોજપુર શતાબ્દી એક્સપ્રેસ, છત્રપતિ શિવાજી મહારાજ નિજામુદ્દીન રાજધાની એક્સપ્રેસ અને હજરત નિજામુદ્દીનથી છત્રપતિ શિવાજી ટર્મિનસ રાજધાની એક્સપ્રેસ સામેલ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મુસાફરો તેને રેલવેની ઑફિશિયલ વેબસાઇટ પર જઈને ટ્રેનનું સ્ટેટસ અને ડિટેલ ચેક કરી શકે છે. આ ઉપરાંત સ્ટેશન ઉપર પણ જાહેરાત કરીને ટ્રેન કેન્સલ કરવા વિશેની જાણકારી મળી જાય છે. મુસાફરો 139 નંબર પર મેસેજ મોકલીને પણ ટ્રેન કેન્સલ અંગની માહિતી મેળવી શકે છે. રેલવેએ જે પણ ટ્રેનોને કેન્સલ કરી છે અને જો તમે તેમાં રિઝર્વેશન કરાવ્યું છે તો વિભાગ દ્વારા આપને પૂરું રિફન્ડ આપવામાં આવશે. તો તમે ચેક કરીને પોતાની મુસાફરી માટે કોઈ પણ ટ્રેનમાં ટિકિટ બુક કરાવી શકો છો.