સુરક્ષા@પાટણ: અકસ્માત ટાળવાં 6 તાલુકાના ગ્રામ્ય માર્ગની બાજુમાં રેલીંગ બનશે

અટલ સમાચાર, પાટણ દિવાળી બાદ રાજ્ય સરકારે પાટણ જીલ્લાના ગામડાઓને મોટી ભેટ આપી છે. નાયબ મુખ્યમંત્રીએ 1.24 કરોડના ખર્ચે રસ્તાની સાઇડમાં મજબૂત રેલીંગ (ક્રેશ બેરીયર) નાંખવાની મંજુરી આપી છે. જેમાં પાટણ, ચાણસ્મા, સરસ્વતી, રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકાના ગામડાઓમાં રસ્તાની નજીકમાં ઢોળાવ ઉપર પડી ન જાય તે માટે રસ્તાની સાઇડમાં મજબૂત રેલીંગ લગાવવાની મંજૂરી આપી
 
સુરક્ષા@પાટણ: અકસ્માત ટાળવાં 6 તાલુકાના ગ્રામ્ય માર્ગની બાજુમાં રેલીંગ બનશે

અટલ સમાચાર, પાટણ

દિવાળી બાદ રાજ્ય સરકારે પાટણ જીલ્લાના ગામડાઓને મોટી ભેટ આપી છે. નાયબ મુખ્યમંત્રીએ 1.24 કરોડના ખર્ચે રસ્તાની સાઇડમાં મજબૂત રેલીંગ (ક્રેશ બેરીયર) નાંખવાની મંજુરી આપી છે. જેમાં પાટણ, ચાણસ્મા, સરસ્વતી, રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકાના ગામડાઓમાં રસ્તાની નજીકમાં ઢોળાવ ઉપર પડી ન જાય તે માટે રસ્તાની સાઇડમાં મજબૂત રેલીંગ લગાવવાની મંજૂરી આપી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના 6 તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાની સાઇડમાં મજબૂત રેલીંગ(ક્રેશ બેરીયર) નાંખવાની મંજૂરી મળી છે. રાજ્યના માર્ગ મકાન મંત્રી નીતિનભાઇ પટેલ દ્રારા માર્ગો ઉપર અકસ્માત ઘટાડવાના ભાગરૂપે રસ્તાની સાઇડમાં ક્રેશ બેરીયર લગાવવાનું કામ સમગ્ર રાજ્યમાં રૂ.44 કરોડના ખર્ચે શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સાંતલપુર, રાધનપુર અને સમી તાલુકામાં 61.50 લાખ જ્યારે પાટણ, ચાણસ્મા અને સરસ્વતી તાલુકામાં 62.94 લાખની રકમ મંજૂર કરી છે.

સુરક્ષા@પાટણ: અકસ્માત ટાળવાં 6 તાલુકાના ગ્રામ્ય માર્ગની બાજુમાં રેલીંગ બનશે

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગ્રામ્ય વિસ્તારના રસ્તાની નજીકમાં તળાવ-નદી-ઢોળાવ આવતાં હોય, તિવ્ર વળાંક આવતાં હોય તેવા સ્થળોએ વાહન રસ્તા ઉપરથી તળાવ-નદીમાં પડી જવાને લીધે અકસ્માતની સંભાવના રહે છે. આથી રાજ્ય સરકારે પાટણ જીલ્લાના 6 તાલુકાના વિવિધ ગ્રામ્ય માર્ગને શોધી અકસ્માતની ભીતિ દર્શાવતાં સ્થળને ઓળખી રસ્તાની સાઇડમાં મજબૂત રેલીંગ નાંખવાના કામને મંજૂરી આપી છે.

સુરક્ષા@પાટણ: અકસ્માત ટાળવાં 6 તાલુકાના ગ્રામ્ય માર્ગની બાજુમાં રેલીંગ બનશે