સુરક્ષા@ટ્રમ્પ: જો આ રંગનાં કપડાં કે રૂમાલ હશે તો સ્ટેડિયમમાં પ્રવેશ નહીં મળે

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદ જિલ્લા સિવાયના 10 જિલ્લામાંથી સવાલાખ માણસો બોલાવવામાં આવી રહ્યાં છે. અમદાવાદ, ગાંધીનગર કે રાજ્યમાં ચાલતા વિવિધ આંદોલનની અસર ન દેખાય તે માટે પ્રયાસો કરાઇ રહ્યાં છે. જે આંમત્રિતોને બોલાવાયા છે તેઓને કાળા કપડાં ન પહેરવા કે પછી કાળો રૂમાલ પણ જોડે ન રાખવા માટે સૂચના આપવામાં આવી છે. અટલ સમાચાર આપના
 
સુરક્ષા@ટ્રમ્પ: જો આ રંગનાં કપડાં કે રૂમાલ હશે તો સ્ટેડિયમમાં પ્રવેશ નહીં મળે

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ જિલ્લા સિવાયના 10 જિલ્લામાંથી સવાલાખ માણસો બોલાવવામાં આવી રહ્યાં છે. અમદાવાદ, ગાંધીનગર કે રાજ્યમાં ચાલતા વિવિધ આંદોલનની અસર ન દેખાય તે માટે પ્રયાસો કરાઇ રહ્યાં છે. જે આંમત્રિતોને બોલાવાયા છે તેઓને કાળા કપડાં ન પહેરવા કે પછી કાળો રૂમાલ પણ જોડે ન રાખવા માટે સૂચના આપવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ટ્રમ્પની સુરક્ષા માટે અન્ય જિલ્લા અને શહેરમાંથી મોકલવામાં આવનાર પોલીસ અંગ્રેજી જાણકાર, સ્માર્ટ, ડ્રેસિંગ સેન્સ વાળી આમ પસંદગી કરી પોલીસને મોકલવા રાજ્ય પોલીસ વડાએ આદેશ કર્યા હતા. આ સાથે આગામી 24મી ફેબ્રુઆરીએ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ એરપોર્ટથી મોટેરા થઇ ગાંધીઆશ્રમ સુધીના માર્ગ ઉપર રોડ શો થવાનો છે. જેના પગલે આ દિવસે રોડ-શોના કાર્યક્રમ દરમિયાન AMTS-BRTSના 50થી વધુ રૂટો ડાયવર્ટ કરી દેવાની પણ વાત સામે આવી છે.

ટ્રમ્પની મુલાકાત સમયે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન એટલે કે જીસીએને ગ્રાઉન્ડ મેનેજમેન્ટની જવાબદારી આપવામાં આવી છે. ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની સાથે સંકલન, સાંસ્કૃતિક કાર્યક્રમો, આરોગ્ય સેવાઓની જવાબદારી જીસીએની પણ રહે છે. મહત્વનું છે કે, રવિવારે યુએસ સિક્રેટ સર્વિસનાં એજન્ટો અને અધિકારીઓ વચ્ચે એક મિટિંગ મળી હતી. જોકે આ બેઠક અંગેની વિગતો આપવાનો જીસીએના અધિકારીએ ઈન્કાર કર્યો હતો. આ અંગે તેમણે કહ્યું હતું કે, ગ્રાઉન્ડ મેનેજમેન્ટની જવાબદારી તેમના શિરે છે. આ સાથે જ કહ્યું કે, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવશે.