સુરતઃ બે બૂટલેગરો બાખડ્યા, ફાયરિંગમાં વિદ્યાર્થીનું મોત

અટલ સમાચાર ડેસ્ક સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે મૂળ ઓડીસાના બે બુટલેગરો વચ્ચે જૂની અદાવતને લઈ બે દિવસ અગાઉ ઝઘડો થયો હતો. જેમાં એક બુટલેગરે તેના સાગરીતોને બોલાવી ત્રણ તમંચાથી બીજા બુટલેગર ઉપર ફાયરિંગ કર્યાની ચકચારી ઘટના બની હતી. આ ગેંગવોરમાં ઘટના સ્થળ નજીકથી પસાર થતા એક સ્થાનિક હળપતિ યુવાનને છાતીના ભાગે ગોળી વાગતા
 
સુરતઃ બે બૂટલેગરો બાખડ્યા, ફાયરિંગમાં વિદ્યાર્થીનું મોત

અટલ સમાચાર ડેસ્ક

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે મૂળ ઓડીસાના બે બુટલેગરો વચ્ચે જૂની અદાવતને લઈ બે દિવસ અગાઉ ઝઘડો થયો હતો. જેમાં એક બુટલેગરે તેના સાગરીતોને બોલાવી ત્રણ તમંચાથી બીજા બુટલેગર ઉપર ફાયરિંગ કર્યાની ચકચારી ઘટના બની હતી. આ ગેંગવોરમાં ઘટના સ્થળ નજીકથી પસાર થતા એક સ્થાનિક હળપતિ યુવાનને છાતીના ભાગે ગોળી વાગતા એ નિર્દોષ યુવાનનું મોત નિપજ્યું હતું. જેને પગલે સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા.

પરપ્રાંતિયોનો વિસ્તારમાં ઘટના એ હતી કે, પલસાણા તાલુકાના જોળવા ગામે બુટલેગરો વચ્ચેના ગેંગવોરને લઇ જોળવામાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ગઈકાલે સાંજે આઠ વાગ્યાની આસપાસ જોળવા ગામ તરફ જતા મુખ્ય રોડ પર આરાધના શોપિંગ સેન્ટર નજીક બે બૂટલેગરો વચ્ચે ત્રણ દિવસ અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં ત્રણ જેટલા તમંચા વડે મુખ્ય રોડની બાજુમાં જ 5 થી6 રાઉન્ડ ફાયરિંગ થતા બે શખ્સો ઇજા પહોંચી હતી. તમામને નજીક આવેલ સંજીવની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા.

મૂળ ઓડીસાના અને હાલ જોળવા આરાધના ડ્રિમ સોસાયટી ખાતે રહેતા મોહન પરસોત્તમ પરિડા વિદેશી દારૂનો ધંધો કરે છે. તેને તેના જ વતનનો બન્નો માલિયો નામના બુટલેગર સાથે જૂની અદાવત હતી. બન્નો પણ હાલ જોળવામાં જ રહે છે. બે દિવસ અગાઉ બન્નો અને મોહન વચ્ચે ઝઘડો થયો હતો. જે બાબતે અદાવત રાખી બન્નાએ સુરતથી ભાડૂતી માણસો મંગાવ્યા હતા.

મોહન તેની હોટલ પર હાજર હતો ત્યારે જયેશ, કુંનો, વિકી, ભગવાન સહિતના અન્ય દસથી પંદર માણસો સાથે મોહનની હોટલ પર પહોંચી ગયા હતા અને મોહન કઈ સમજે તે પહેલાં તેના પર આ ટોળકીએ ત્રણ તમંચા વડે આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ દરમ્યાન મોહનને બંને પગના સાથળના ભાગે તેમજ પેટના ભાગે ગોળી વાગી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે રોડ પરથી પસાર થતાં રોશન રાઠોડ નામના યુવક ને ગોળી વાગી જતા તેનું મોત નિપજ્યું હતું.