આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, અંબાજી (રિતિક સરગરા)

યાત્રાધામ અંબાજી ગામના કેટલાક વિસ્તારોમાં પિવાનું પાણી ગંદુ આવતા નાગરિકો પરેશાન બન્યા છે. માં અંબાના દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુંઓને જો ગામના ગુલજારીપુરા, બ્રહ્નપુરી અને ભાટવાસ સહિતના વિસ્તારોમાં જવાનું થાય તો ભારે મુશ્કેલી બને છે. હકીકતે આ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પિવા માટે આવતુ પાણી ગંદુ અને ડહોળું હોવાથી મુશ્કેલી ઉભી થઇ છે. રહીશો બહારથી પિવાનું પાણી લેવાની નોબત આવી છે.

દાંતા તાલુકાના અંબાજી ગામે કેટલાક વિસ્તારો શુધ્ધ પિવાના પાણી મેળવવા મથી રહ્યા છે. અંબાજી ગ્રામપંચાયત હેઠળ ત્રણ વિસ્તારમાં રહેતા પરિવારોને ડહોળું પાણી મળી રહ્યું છે. છેલ્લા બે ત્રણ દિવસથી ઘરોમાં અવિરત ગંદુ આવતા હાલાકી ઉભી થઇ છે. જેનાથી વિસ્તારના રહીશો અકળાઇ રહ્યા હોવાથી પિવા માટે અન્ય સ્થળેથી પાણી મેળવવા મજબૂર બન્યા છે.

સમગ્ર મામલે અંબાજી ગ્રામ પંચાયતના સરપંચ સાથે વાત કરતા અજાણ હોવાનું સામે આવ્યુ છે. સરપંચે બહાર હોવાથી અંબાજી આવી જે તે વિસ્તારોમાં તપાસ કરાવી ઘટતું કરવા જણાવ્યુ હતુ. ઉલ્લેખનિય છે કે, અંબાજી ગ્રામપંચાયતના સત્તાધીશો યાત્રાધામના રહીશો માટે પ્રાથમિક સગવડો કાયમ રાખવા માટે નિષ્ફળ સાબિત થતા હોવાના સવાલો ઉભા થયા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code