ગંભીર@બનાસકાંઠા: કોન્સ્ટેબલની અસામાજીક પ્રવૃત્તિ, SPનો ડાંગ એસપીને પત્ર

અટલ સમાચાર,પાલનપુર બનાસકાંઠા જીલ્લા પોલીસના તત્કાલિન કોન્સ્ટેબલ અને વિહોતર ગ્રુપના આગેવાન વિરૂધ્ધ કાયદાકીય સિકંજો બની શકે છે. બનાસકાંઠા એસપીએ પત્ર લખીને ડાંગ એસપીને જાણ કરી કે, અસામાજીક પ્રવૃત્તિ કરતા કોન્સ્ટેબલ જીવરાજ આલ વિરૂધ્ધ સખ્ત પગલાં ભરવામાં આવે. જયારે બનાસકાંઠા પોલીસમાં ફરજ પર હતા ત્યારે અને તાજેતરમાં જાહેરમાં નિવેદન આપી પોલીસની છબી ખરડતો હોઇ નોટીસ ફટકારી
 
ગંભીર@બનાસકાંઠા: કોન્સ્ટેબલની અસામાજીક પ્રવૃત્તિ, SPનો ડાંગ એસપીને પત્ર

અટલ સમાચાર,પાલનપુર

બનાસકાંઠા જીલ્લા પોલીસના તત્કાલિન કોન્સ્ટેબલ અને વિહોતર ગ્રુપના આગેવાન વિરૂધ્ધ કાયદાકીય સિકંજો બની શકે છે. બનાસકાંઠા એસપીએ પત્ર લખીને ડાંગ એસપીને જાણ કરી કે, અસામાજીક પ્રવૃત્તિ કરતા કોન્સ્ટેબલ જીવરાજ આલ વિરૂધ્ધ સખ્ત પગલાં ભરવામાં આવે. જયારે બનાસકાંઠા પોલીસમાં ફરજ પર હતા ત્યારે અને તાજેતરમાં જાહેરમાં નિવેદન આપી પોલીસની છબી ખરડતો હોઇ નોટીસ ફટકારી ડીસમિસ કરવાની ગણતરી રખાઇ છે.

ગંભીર@બનાસકાંઠા: કોન્સ્ટેબલની અસામાજીક પ્રવૃત્તિ, SPનો ડાંગ એસપીને પત્ર

બનાસકાંઠામાં જેતે વખતે અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જીવરાજ ભીખાભાઇ આલની કેટલાક વર્ષોથી ડાંગ જીલ્લામાં શિક્ષાત્મક બદલી કરાઇ હતી. બનાસકાંઠા એસ.પીએ ડાંગ એસપીને પત્રમાં જણાવ્યુ છે કે, જીવરાજ આલ મોટેભાગે બનાસકાંઠા જીલ્લામાં જ રહીને સમાજના આગેવાનો સાથે મળી ઉશ્કેરણી કરી કાયદા વિરૂધ્ધની પ્રવૃતિઓ કરાવે છે. ખોટું નિવેદન આપી પોલીસની છબી ખરાબ થાય તેવી પ્રવૃતિ કરેલ છે.

ગંભીર@બનાસકાંઠા: કોન્સ્ટેબલની અસામાજીક પ્રવૃત્તિ, SPનો ડાંગ એસપીને પત્ર

બનાસકાંઠા જીલ્લા પોલીસ વડાના પત્રમાં કોન્સ્ટેબલ જીવરાજ આલ સામે ગંભીર બાબતો ટાંકવામાં આવી હોઇ સમગ્ર મામલે તપાસ ચાલુ છે. જેમાં ડીસમિસ કરવાની સંભાવના પણ તપાસવામાં આવી રહી હોઇ વહીવટી અને સામાજીક આલમમાં ખળભળાટ મચી ગયો છે. બનાસકાંઠા એસપીએ સ્પષ્ટ કર્યુ છે કે, કોન્સ્ટેબલ આલ અત્યારે સામાજીક તથા રાજકીય ઓથ લઇ પોલીસની કામગીરીમાં વિક્ષેપ કરતાં હોઇ તેના વિરૂધ્ધ સખતમાં સખત પગલા લેવામાં આવે.