ગંભીર@બેચરાજી: વીજ વિભાગની બેદરકારીથી સાપનું મોત, અગ્નિસંસ્કાર બાકી

અટલ સમાચાર,બેચરાજી (ભુરાજી ઠાકોર) બેચરાજી તાલુકાના રાજપુર(રાંતેજ) ગામે રસ્તાને અડીને આવેલી વીજ ડીપી ઉપર છેલ્લા કેટલાક કલાકોથી સાપ લટકેલો છે. હકીકતે વીજ ડીપી નજીક વૃક્ષની ડાળીઓ હોઇ સાપ સરકીને અચાનક કરંટનો ભોગ બન્યો હતો. ચોમાસા પહેલા વીજ વિભાગ ડીપીને અડતી ડાળીઓ કાપે છે, પરંતુ રાજપુર(રાંતેજ)માં બેદરકારી દાખવતા સાપનું મોત નિપજયું છે. મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકામાં
 
ગંભીર@બેચરાજી: વીજ વિભાગની બેદરકારીથી સાપનું મોત, અગ્નિસંસ્કાર બાકી

અટલ સમાચાર,બેચરાજી (ભુરાજી ઠાકોર)

બેચરાજી તાલુકાના રાજપુર(રાંતેજ) ગામે રસ્તાને અડીને આવેલી વીજ ડીપી ઉપર છેલ્લા કેટલાક કલાકોથી સાપ લટકેલો છે. હકીકતે વીજ ડીપી નજીક વૃક્ષની ડાળીઓ હોઇ સાપ સરકીને અચાનક કરંટનો ભોગ બન્યો હતો. ચોમાસા પહેલા વીજ વિભાગ ડીપીને અડતી ડાળીઓ કાપે છે, પરંતુ રાજપુર(રાંતેજ)માં બેદરકારી દાખવતા સાપનું મોત નિપજયું છે.

મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકામાં વીજ વિભાગની પ્રિમોનસુન કામગીરીની પોલ ખુલી ગઇ છે. વીજ વિભાગની બેદરકારીથી વનવિભાગની જોગવાઇ મુજબ ગુનો થયો હોવાનું માનવામાં આવી રહયુ છે. તાલુકાના રાજપુર(રાંતેજ) ગામે રસ્તાની બાજુમાં આવેલી ડીપીને છેલ્લા કેટલાક સમયથી વૃક્ષની ડાળીઓ ટકરાઇ રહી છે. ગત દિવસે વૃક્ષની ડાળી ઉપર ચડેલ સાપ અચાનક ડીપી સુધી પહોંચતા કરંટથી મૃત્યુ પામ્યો છે.

છેલ્લા કેટલાક કલાકોથી મૃત સાપ વીજ ડીપીને લટકી રહયો હોઇ ગામલોકોમાં વીજ વિભાગની બેદરકારી સામે નારાજગી બની છે. સાપના મોતને પગલે ગામલોકો વૃક્ષ નજીક જતા અટક્યા છે. વીજ વિભાગની બેદરકારીને પગલે હજુ સુધી સાપના અગ્નિસંસ્કાર કરવા ગામલોકો કરંટથી ડરી રહ્યા છે.