becharaji-road
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

બહુચરાજીથી શંખલપુર થઈને ચાણસ્મા જતો માર્ગ મરણ પથારીમાં પડી જતાં ભારે હાલાકી ઉભી થઈ  છે. છેલ્લા કેટલાય દિવસોથી વાહનચાલકોને ગંભીર અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. આગામી પૂનમે બહુચરાજી માતાજીની પાલખી યાત્રા આ માર્ગ પરથી પસાર થવાની હોઈ હજારો શ્રધ્ધાળુઓ અત્યંત નારાજ બન્યા છે. જો પાલખીયાત્રા દરમિયાન માર્ગ સુરક્ષાનો પ્રશ્ન અત્યંત ગંભીર બન્યો છે.

મહેસાણા જિલ્લાના બહુચરાજીથી શંખલપુર સુધીનો માર્ગ એટલી હદે જર્જરીત બન્યો છે કે,માર્ગ સુરક્ષા જોખમમાં મુકાઈ છે. શંખલપુરથી ડોડીવાડા, આદિવાડા, વેનપુરા, ખાંભેલ, અંબાલા અને મીઠી ઘારીઆલ સહિત અનેક ગામોના માર્ગો મરણપથારીએ આવી પડ્યા છે. આથી રોજિંદા સ્વરૂપે પસાર થતા વાહનચાલકો અને ગ્રામિણોને ભારે હાલાકી પડી રહી છે. ચાણસ્મા-મહેસાણાને જોડતા માર્ગ પર દિવસ-રાત વાહનચાલકોની અવરજવર રહે છે.

DRDA MEHSANA ADd.jpeg
Advertise

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગાયકવાડ સરકારથી ચાલતી પરંપરા પ્રમાણે રાજેશ્વરી મા બહુચરની સવારી બેચરાજીથી શંખલપુર ગામે આવે છે. આગામી પૂનમે એટલે કે 13 ઓક્ટોબરે હજારો શ્રધ્ધાળુઓ મા બહુચરની સવારીમાં ઉપસ્થિત રહેવાના હોઈ જર્જરીત માર્ગ અત્યારથી જ મહામુસીબત બન્યો છે. આથી શંખલપુર ગામ સરપંચ સહિત આગેવાનો માં બહુચરની સવારી દરમિયાન માર્ગ સુરક્ષા જળવાઈ રહે તેવી માંગ કરી છે.

Video:1

સ્થાનિકોએ જણાવ્યું હતું કે, 6 માસ અગાઉ 15 કિલોમીટરથી વધુના માર્ગને રિપેર (થાગડ-થીગડ) કરી દેખાવ પુરતી કામગીરી કરાઈ હતી. હાલમાં સંપૂર્ણ માર્ગ ખાડાના આગોશમાં દેખાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લા પંચાયતની બાંધકામ શાખાએ અગાઉ તૈયાર કરેલો માર્ગ આજે પણ ગેરંટી પિરીયડમાં હોવાછતાં બેચરાજી તાલુકા પંચાયતની નિષ્ફળતાને પગલે રિપેર થઈ શક્યો નથી.

Video:2

આગામી 5 દિવસ બાદ માં બહુચરાજીની પાલખી નીકળવાની હોવાથી પગપાળા જતા હજારો ભાવિ ભક્તોને બિસ્માર માર્ગ પરથી પસાર થવાની નોબત આવી છે. જેથી શ્રધ્ધાળુઓને અકસ્માત સહિત પરેશાનીનો ડર સતાવી રહ્યો હોવાથી વહેલી તકે તંત્ર જાગી કામગીરી હાથ ધરે તેમ ઈચ્છી રહ્યા છે.

Video:3

તાલુકા પંચાયતને રજૂઆત કરાઈ છે ઃ સરપંચ પુત્ર

behcaraji-shankhalpur road

સમગ્ર મામલે શંખલપુર સરપંચના પુત્રએ જણાવ્યું હતું કે, વર્ષોથી રાજરાજેશ્વરી માં બહુચરની પાલખી આસો સુદ પૂનમે બેચરાજીથી શંખલપુર ગામે આવે છે. આથી હાલના સંજોગોમાં અઢી કિલોમીટરનો માર્ગ અત્યંત ખરાબ હોવાથી તાલુકા પંચાયત બેચરાજીના કર્મચારીને અવગત કરી પૂનમ પહેલા માર્ગ રિપેર કરવાનું જણાવ્યું છે.

કોન્ટ્રાક્ટર રિપેર કરશે, નહી તો અમે કરીશું ઃ ઈજનેર

આ તરફ બેચરાજી તાલુકા પંચાયતની બાંધકામ શાખાના ઈજનેર દિનેશભાઈએ જણાવ્યું હતું કે, અગાઉ તૈયાર કરેલો માર્ગ હાલમાં ગેરંટી હેઠળ છે. આથી સંબંધિત કોન્ટ્રાક્ટરને રિપેરીંગ કરવા જણાવેલ છે. જોકે, હજુસુધી પરિસ્થિતિમાં સુધારો નહી હોવાથી કોન્ટ્રાક્ટરને નોટીસ આપવાની તૈયારી છે. આ સાથે જો કોન્ટ્રાક્ટર રિપેર નહી કરે તો તાલુકા પંચાયત પૂનમ પહેલા રિપેર કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code