ગંભીર@બેચરાજી: નર્મદા કેનાલનું અસ્તિત્વ જ નષ્ટ, લોકાયુક્તમાં ફરીયાદ

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર) બેચરાજી પંથકની કેનાલોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે તટસ્થ તપાસ કરવા ધારાસભ્ય મેદાને આવ્યા છે. નર્મદા કેનાલનું અસ્તિત્વ જ નષ્ટ થયુ હોઇ લોકાયુક્તને પત્ર લખી ભ્રષ્ટાચાર આચરનારા અધિકારી અને કોન્ટ્રાક્ટર વિરૂધ્ધ કાર્યવાહીની માંગ કરી છે. ધારાસભ્ય ભરત ઠાકોરે લાખોના ખર્ચે બનેલી માઇનોર-સબમાઇનોર કેનાલોમાં ગાબડાં પડવાની સ્થિતિ અને ક્યારેય પાણી નહિ
 
ગંભીર@બેચરાજી: નર્મદા કેનાલનું અસ્તિત્વ જ નષ્ટ, લોકાયુક્તમાં ફરીયાદ

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

બેચરાજી પંથકની કેનાલોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે તટસ્થ તપાસ કરવા ધારાસભ્ય મેદાને આવ્યા છે. નર્મદા કેનાલનું અસ્તિત્વ જ નષ્ટ થયુ હોઇ લોકાયુક્તને પત્ર લખી ભ્રષ્ટાચાર આચરનારા અધિકારી અને કોન્ટ્રાક્ટર વિરૂધ્ધ કાર્યવાહીની માંગ કરી છે. ધારાસભ્ય ભરત ઠાકોરે લાખોના ખર્ચે બનેલી માઇનોર-સબમાઇનોર કેનાલોમાં ગાબડાં પડવાની સ્થિતિ અને ક્યારેય પાણી નહિ છોડવાના મામલે અવાજ ઉઠાવ્યો છે.

ગંભીર@બેચરાજી: નર્મદા કેનાલનું અસ્તિત્વ જ નષ્ટ, લોકાયુક્તમાં ફરીયાદ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગંભીર@બેચરાજી: નર્મદા કેનાલનું અસ્તિત્વ જ નષ્ટ, લોકાયુક્તમાં ફરીયાદ

મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના ગામડાઓમાં સિંચાઇનું પાણી પુરૂ પાડવા નર્મદાની માઇનોર-સબમાઇનોર કેનાલો બનાવવામાં આવી હતી. જેમાં સાંપાવાડા, સુરજ, ચંદ્રોડા, શંખલપુર, કાલરી, ડોડીવાડા, આદિવાડા અને વેણપુરા સહિતના ગામોના ખેતરોમાં પથરાયેલી કેનાલ નષ્ટ થવાના આરે આવી છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી બનાવેલી નર્મદાની કેનાલોમાં વારંવાર ગાબડાંઓ પડી રહ્યા છે. જેને લઇ હવે થરાદના ધારાસભ્ય બાદ બેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોરે પણ લોકાયુક્તમાં પત્ર લખી ફરીયાદ કરી છે.

ગંભીર@બેચરાજી: નર્મદા કેનાલનું અસ્તિત્વ જ નષ્ટ, લોકાયુક્તમાં ફરીયાદ

ધારાસભ્યએ પત્રમાં જણાવ્યુ છે કે, સબમાઇનોર કેનાલના કામમાં એકદમ હલકી ગુણવત્તાનો સિમેન્ટ રેતી સહિતનો માલસામાન વાપરવામાં આવ્યો છે. જેના કારણે પાણી આવ્યા પહેલા કેનાલો તુટી ગઇ છે. કેનાલોમાં ભ્રષ્ટાચાર હોવાથી આજદીન સુધી તેમાં પાણી છોડવામાં આવ્યુ નથી.

ગંભીર@બેચરાજી: નર્મદા કેનાલનું અસ્તિત્વ જ નષ્ટ, લોકાયુક્તમાં ફરીયાદ

તમામ માઇનોર-સબમાઇનોર કેનાલમાં બાવળીયા ઉગી નિકળતા જંગલ જેવા દ્રશ્યો સામે આવ્યા છે. કામ કરનાર એજન્સીને બ્લેકલીસ્ટમાં મુકવામાં આવે અને દરેક કેનાલને એજન્સી દ્રારા સ્વખર્ચે સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી છે. આ સાથે આજદીન સુધી કેનાલમાં કેમ પાણી છોડવામાં નથી આવ્યું તેની યોગ્ય તપાસ કરવા રજૂઆત કરી છે.