ગંભીર@ભાભર: સાફસફાઇના અભાવે માઇનોર કેનાલમાં 30 ફૂટનું ગાબડું

અટલ સમાચાર,સુઇગામ(દશરથ ઠાકોર) કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠા જીલ્લાની નર્મદા કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડાં પડવાનો સિલસિલો ચાલુ જ છે. આજે ભાભર પંથકની સુથાર નેસડી માઇનોર કેનાલમાં ગાબડું પડ્યુ હોવાનું સામે આવ્યુ છે. આજે સવારે માઇનોર કેનાલમાં 30 ફૂટનું ગાબડું પડ્યુ હતુ. જોકે કેનાલનું પાણી પડતર જમીનમાં વેડફાતાં ખેડૂતોના કૃષિપાકને કોઇ નુકશાન પહોંચ્યુ નથી. સરકાર દ્રારા કરોડો રૂપિયાની
 
ગંભીર@ભાભર: સાફસફાઇના અભાવે માઇનોર કેનાલમાં 30 ફૂટનું ગાબડું

અટલ સમાચાર,સુઇગામ(દશરથ ઠાકોર)

કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠા જીલ્લાની નર્મદા કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડાં પડવાનો સિલસિલો ચાલુ જ છે. આજે ભાભર પંથકની સુથાર નેસડી માઇનોર કેનાલમાં ગાબડું પડ્યુ હોવાનું સામે આવ્યુ છે. આજે સવારે માઇનોર કેનાલમાં 30 ફૂટનું ગાબડું પડ્યુ હતુ. જોકે કેનાલનું પાણી પડતર જમીનમાં વેડફાતાં ખેડૂતોના કૃષિપાકને કોઇ નુકશાન પહોંચ્યુ નથી. સરકાર દ્રારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ જંગલ સફાઇ-કટીંગ કરવા ફાળવવામાં આવતી હોવા છતાં અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી જેવુ-તેવું કામ કરી દેવામાં આવતાં કેનાલોમાં ગાબડાં પડી રહ્યા હોવાના આક્ષેપો થયા છે.

ગંભીર@ભાભર: સાફસફાઇના અભાવે માઇનોર કેનાલમાં 30 ફૂટનું ગાબડું

બનાસકાંઠા જીલ્લાના ભાભર પંથકમાંથી પસાર થતી સુથાર નેસડી માઇનોર કેનાલમાં આજે ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યુ છે. જીલ્લામાં વારંવાર કેનાલોમાં પડતાં ગાબડાંને લઇ અનેકોવાર રજૂઆત કરવા છતાં નર્મદાના અધિકારીઓ કોઇ જવાબ નહિ આપતાં હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. આજે સુથાર નેસડી માઇનોર કેનાલમાં 30 ફૂટનું ગાબડું પડતાં મોટી માત્રામાં પાણીનો વ્યય થયો હતો. જોકે માઇનોર કેનાલથી ખેતરો દૂર હોવાથી પાક નુકશાની ટળી હતી.

ગંભીર@ભાભર: સાફસફાઇના અભાવે માઇનોર કેનાલમાં 30 ફૂટનું ગાબડું

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠાની કેનાલોમાં ગાબડાં પડતાં જગતના તાતની મુશ્કેલીમાં વધારો થયો છે. ભ્રષ્ટ અધિકારીઓ કોન્ટ્રાક્ટરના પાપે કેનાલોમાં વારંવાર ગાબડાં પડતા પાણી નહિ મળવાને લીધે ચાલુ વર્ષે કપાસનું વાવેતર નષ્ટ જાય તેવી સંભાવના સેવાઇ રહી છે. આ તરફ સરકાર દ્રારા જંગલ-કટીંગ-સફાઇ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં કોન્ટ્રાક્ટર અને અધિકારોની મિલીભગતની સાફ-સફાઇ બરાબર નહિ થતાં હોવાના આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે.